લ્યો બોલો! પાટણ પાલિકાની સામાન્યસભામાં 40થી વધુ કામો ચર્ચા વગર જ મંજૂર

અટલ સમાચાર, પાટણ પાટણ નગરપાલિકાની સામાન્યસભા એક વાગ્યે મળ્યા બાદ ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઇ હતી. સરેરાશ ૪૦થી વધુ કામો 15 મિનિટમાં મંજુર થતા એક કામની ચર્ચા માટે અડધી મિનિટનો સમય પણ મળ્યો નથી. કોંગી જૂથના નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે અવિશ્વાસની યાદીમાં ચર્ચા ન કરવી પડે તે માટે સભા ઝડપી પૂર્ણ કરાઇ હતી. પાટણનગરપાલિકાની સામાન્ય
 
લ્યો બોલો! પાટણ પાલિકાની સામાન્યસભામાં 40થી વધુ કામો ચર્ચા વગર જ મંજૂર

અટલ સમાચાર, પાટણ

પાટણ નગરપાલિકાની સામાન્યસભા એક વાગ્યે મળ્યા બાદ ગણતરીની મિનિટોમાં આટોપી લેવાઇ હતી. સરેરાશ ૪૦થી વધુ કામો 15 મિનિટમાં મંજુર થતા એક કામની ચર્ચા માટે અડધી મિનિટનો સમય પણ મળ્યો નથી. કોંગી જૂથના નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે અવિશ્વાસની યાદીમાં ચર્ચા ન કરવી પડે તે માટે સભા ઝડપી પૂર્ણ કરાઇ હતી.

પાટણનગરપાલિકાની સામાન્ય સભામાં નવાજૂની થવાના એંધાણ હતા. બે ચેરમેન વિરુદ્ધ અગાઉ આપેલી અવિશ્વાસની યાદી લેવા સહિતના મુદ્દે વિપક્ષ પાલિકાના સત્તાધીશોને ઘેરવાના મૂડમાં આવ્યો હતો. જોકે પ્રમુખ સહિતનાએ સભામાં શોરબકોરનો આશરો લઇ 15 મિનિટમાં તમામ કામો બહુમતીથી મંજૂર હોવાનું એલાન કરી સભા પૂર્ણ કરી દીધી હતી. આ તરફ છેલ્લા કેટલાય દિવસોથી બે ચેરમેનને અવિશ્વાસની દરખાસ્તથી દૂર કરવાની ગણતરી રાખતા કોંગી જૂથને સભાનું પ્રોસેડીગ ગેરકાયદેસર લાગતા કલેક્ટરને સમગ્ર મામલે જાણ કરવાની માંગ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાટણ પાલિકામાં સત્તાપલટો બાદ બંને જૂથો કાયદાકીય રાહે એકબીજાને ટક્કર આપી રહ્યા છે. આવા સંજોગોમાં પક્ષાંતરધારામાં રજૂઆતથી લઈ શહેરના વિવિધ કામોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ સહિતના મામલે પણ પાલિકાનું રાજકારણ છેલ્લા કેટલાય દિવસોથી મીડિયામાં ચમકી રહ્યું છે.લ્યો બોલો! પાટણ પાલિકાની સામાન્યસભામાં 40થી વધુ કામો ચર્ચા વગર જ મંજૂરલ્યો બોલો! પાટણ પાલિકાની સામાન્યસભામાં 40થી વધુ કામો ચર્ચા વગર જ મંજૂર