આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર જાહેર થતાં ચાર ઠાકોર આગેવાનો લાલઘૂમ થયા છે. બે પૂર્વ ધારાસભ્ય અને એક જિલ્લા પંચાયતના માજી પ્રમુખે કોંગ્રેસમાથી રાજીનામું ધરી દેતાં મામલો ગરમાયો છે. ઠાકોર સમાજ અને એક જ પાર્ટીના છતાં નારાજગી ઉભી થતાં ચર્ચાનું વાતાવરણ તેજ બન્યું છે.

જગદીશ ઠાકોર પાટણ લોકસભાના કોંગ્રેસ તરફથી ઉમેદવાર બનીી ગયા છે. આથી ટિકિટ નહીં મળતા તેમજ અન્ય કારણોસર ચાર ઠાકોર આગેવાનોએ બળવો કર્યો છે. પૂર્વ ધારાસભ્યો ઠાકોર જોધાજી અને ધારશી ખાનપુરા સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અભેસિંહ ઠાકોર નારાજ થઈ ગયા છે. આ સાથે પાર્ટીના આગેવાન પોપટજી ઠાકોર સહિતના ચારેય આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે જગદીશ ઠાકોર સામેની નારાજગીનું કારણ પોતાને ટિકિટ નહીં મળવાનું તેમજ કોઈના ઈશારાથી બદલાની ભાવનાનું રાજકારણ રમાયું હોવાની પણ એક ચર્ચા છે.

29 Sep 2020, 2:00 AM (GMT)

COVID-19 Global Stats

33,546,651 Total Cases
1,006,337 Death Cases
24,876,169 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code