પાટણ પોલીસને ગેરકાયદેસર નોંધણીવાળી કરોડોની ગાડીઓનું કૌંભાંડ હાથ લાગ્યું

અટલ સમાચાર,પાટણ અન્ય રાજયોમાંથી ચોરી કરી ભુજ આરટીઓમાં નોંધણી કરાવી વેચી દીધી પાટણ પોલીસને મળેલી ખાનગી બાતમીને પગલે છેલ્લાં કેટલાય દિવસોની તપાસ બાદ કરોડોની મોંઘીદાટ ગાડીઓનું કૌંભાંડ હાથ આવ્યું છે. અન્ય રાજયોમાંથી ચોરી કરીને લાવી ચેસીસ નંબર બદલી ભુજ આરટીઓમાં નોંધણી પણ રાવી દેવાઇ છે. કુલ ર૮ મોંધીદાટ ગાડીઓના કૌંભાંડમાં બે આરોપીઓ પકડી લેવામાં પાટણ
 
પાટણ પોલીસને ગેરકાયદેસર નોંધણીવાળી કરોડોની ગાડીઓનું કૌંભાંડ હાથ લાગ્યું

અટલ સમાચાર,પાટણ

અન્ય રાજયોમાંથી ચોરી કરી ભુજ આરટીઓમાં નોંધણી કરાવી વેચી દીધી

પાટણ પોલીસને મળેલી ખાનગી બાતમીને પગલે છેલ્લાં કેટલાય દિવસોની તપાસ બાદ કરોડોની મોંઘીદાટ ગાડીઓનું કૌંભાંડ હાથ આવ્યું છે. અન્ય રાજયોમાંથી ચોરી કરીને લાવી ચેસીસ નંબર બદલી ભુજ આરટીઓમાં નોંધણી પણ રાવી દેવાઇ છે. કુલ ર૮ મોંધીદાટ ગાડીઓના કૌંભાંડમાં બે આરોપીઓ પકડી લેવામાં પાટણ પોલીસને સફળતા મળી છે.

પાટણ પોલીસને ગેરકાયદેસર નોંધણીવાળી કરોડોની ગાડીઓનું કૌંભાંડ હાથ લાગ્યું

પાટણ જીલ્લા પોલીસે છેલ્લા કેટલાંક દિવસથી આંતરરાજય ગાડી ચોરીની હેરફેર પકડવા કામગીરી હાથ ધરી હતી. જેમાં સોમવારે પત્રકાર પરિષદ બોલાવી સમગ્ર બાબત રજુ કરી હતી. જેમાં શ્રીમાળી મુકેશ વિરચંદભાઇ રહે-મોતીબાગ,પાટણ જીઆઇડીસીની બાજુમાં મુળ રહે.મેસર,તા.સરસ્વતી,જી.પાટણ તેમજ ઠાકોર કમલેશજી અનારજી રહે.ધરપડા.તા.ડીસા,જી.બનાસકાંઠા સહિતના બે આરોપીઓની ગેંગ દિલ્હી,મહારાષ્ટ,યુ.પી,હરીયાણા,પંજાબ સહિતના રાજયોમાંથી મોંઘી ગાડીઓ ચોરી કરી ગુજરાત લાવી રહયા છે. ચોરીની ગાડીઓના નવા ચેસીસ નંબર લઇ ભુજ આરટીઓમાં નોંધણી પણ કરાવી દીધી હતી. સરેરાશ એક વર્ષ અગાઉ તમામ ર૮ ગાડીઓ આરટીઓમાં નવો નંબર મેળવી સસ્તામાં વેચી પણ દીધી છે. જેથી પાટણ પોલીસે તમામ ગાડીઓ કબ્જે કરી બંને આરોપીઓ વિરૂધ્ધ
ગુન્હો નોંધી કચ્છ આરટીઓને તપાસ કરવાનુ઼ કહેવાતજવીજ હાથ ધરી છે.

પાટણ પોલીસને ગેરકાયદેસર નોંધણીવાળી કરોડોની ગાડીઓનું કૌંભાંડ હાથ લાગ્યું

 

 

 

 

 

સુત્રોએ જણાવ્યું હતુ કે, ર કરોડ ૧૬ લાખની ફોરચ્યુનર,સ્વીફટ,બ્રેઝા સહિતની મોંધી ગાડીઓની ચોરી થયાની કુલ ૧ર ફરીયાદ જે તે રાજયોમાં નોંધાઇ હોવાનો પાટણ પોલીસને ધ્યાને આવ્યું છે.ઉલ્લેખનિય છે કે,છેલ્લાં કેટલાંક વર્ષો બાદ પાટણ પોલીસને ગેરકાયદેસર ગાડી વેચાણનું રેકેટ ઝડપવાની તક મળી છે.

આરોપી શ્રીમાળી મુકેશકુમાર વીરચંદદાસ વિરૂધ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટનો વિદેશી દારુની હેરાફેરી કરવા બાબતના ર કેશો દાખલ થયેલા છે.

સસ્તામાં ખરીદનારા ફસાઇ ગયા

કૌંભાંડની તપાસ બાદ ચોરીની ફરીયાદવાળી તમામ ગાડીઓ સંબંધિત મૂળ માલિકને મળે તેવી સંભાવના છે.આ તરફ સસ્તામાં ગાડીઓ ખરીદનારા ગ્રાહકોને  પસ્તાવાનો વારો આવ્યો છે.