અટલ સમાચાર, સિધ્ધપુર
સિધ્ધપુર તાલુકાના મેત્રાણા ગામ ખાતે સમસ્ત બાર ગામ કાકોશિયા ચૌહાણ દરબાર પરિવાર દ્વારા ચાચરીયા ગોગ મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં માનનીય બલવંતસિંહ રાજપુતે વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે જશુભાઇ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, ચીનુભાઇ, જીબાજી ઠાકોર, ફારૂકભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ રહી હતી.