પાટણઃ કોરોના સામે સંરક્ષણ માટે કેદીઓને માસ્ક અને સાબુ સહિતની વસ્તુઓ અપાઇ

અટલ સમાચાર, પાટણ નોવેલ કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે જેલના કેદીઓના આરોગ્યની દરકાર કરી પાટણ સબ જેલના કેદીઓને ફેસ માસ્ક, નેપકીન અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું. સબ જેલ સંકુલને સેનેટાઈઝ કરવાની સાથે સાથે કેદીઓનું હેલ્થ સ્ક્રિનીંગ પણ કરવામાં આવ્યું. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
પાટણઃ કોરોના સામે સંરક્ષણ માટે કેદીઓને માસ્ક અને સાબુ સહિતની વસ્તુઓ અપાઇ

અટલ સમાચાર, પાટણ

નોવેલ કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં રાખવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે જેલના કેદીઓના આરોગ્યની દરકાર કરી પાટણ સબ જેલના કેદીઓને ફેસ માસ્ક, નેપકીન અને સાબુનું વિતરણ કરવામાં આવ્યું. સબ જેલ સંકુલને સેનેટાઈઝ કરવાની સાથે સાથે કેદીઓનું હેલ્થ સ્ક્રિનીંગ પણ કરવામાં આવ્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ સબ જેલના અધિક્ષક એમ.એમ. રબારીએ જણાવ્યું કે, કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા સંદર્ભે અધિક પોલીસ મહાનિર્દેશક તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ જેલના કેદીઓના આરોગ્યની જાળવણી માટે જરૂરી તકેદારી રાખવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન જેલમુક્ત થતા કેદીઓને સરકારી વાહનમાં તેમના ઘર સુધી પહોંચાડવા સુધીની વ્યવસ્થા જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

જેલના મેડિકલ ઑફિસર દ્વારા સમયાંતરે તમામ કેદીઓની શારીરિક ચકાસણી કરવામાં આવે છે. જેલના કેદીઓ તથા જેલમાં કામ કરતાં સ્ટાફના કર્મચારીઓને દરરોજ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અમૃતપેય આપવામાં આવે છે તથા હોમિયોપેથીક હોસ્પિટલ દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી દવા આપવામાં આવી રહી છે. સાથે સાથે સિદ્ધપુર તાલુકા સબ જેલ અને સુજનીપુર ખાતે આવેલી પાટણ સબ જેલના તમામ કેદીઓ અને સ્ટાફને ફેસ માસ્ક, નેપકીન તથા સાબુ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેલની તમામ બેરેક્સ અને વહિવટી ભવન સહિત સમગ્ર જેલ સંકુલમાં સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશનનો છંટકાવ કરી સેનેટાઈઝેશન પણ કરવામાં આવ્યું છે.