આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લા પંચાયત ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા હેલ્થ ઓફિસના ડ્રાઇવરો માટે સેન્સીટાઇઝેશન વર્કશોપનું આયોજન થયું હતું. જેમાં 83 ડ્રાઇવરો હાજર રહ્યા હતા. વર્કશોપમાં તમામ ડ્રાઇવરોને પ્રેઝન્ટેશનની મદદથી મોટર વ્હિકલ એક્ટના અમલીકરણ અને રોડ સેફ્ટી અવેરનેસ અંગે માહિતી આપવામાં આવી હતી.

એમ-પરિવહન અને ડિઝીટલ લોકર જેવી એપ્લીકેશનમાં વાહનના તથા ડ્રાઇવરના તમામ ડોક્યુમેન્ટ રાખવા અંગેની માહિતી આપવામાં આવી હતી. વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવા જરૂરી મુદ્દા પર વિડીયો દ્રારા સમજણ આપવામાં આવી હતી.

વાહનવ્યવહારના નિયમોનું પાલન કરવા સર્વેને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ હતી. આ વર્કશોપમાં આર.ટી.ઓ કચેરીમાંથી યુ.ટી.રાઠોડ, આરોગ્ય શાખાના ડો.આર.ટી.પટેલ, ઇ.એમ.ઓ.અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ડ્રાઇવરો ઉપસ્થિત રહ્યા હતા.

27 Sep 2020, 3:37 AM (GMT)

COVID-19 Global Stats

33,169,393 Total Cases
1,000,175 Death Cases
24,504,233 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code