આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લાના ખેડૂતોના ઉભા પાકને નુકશાન ન થાય તે માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તીડના ઉપદ્રવની શક્યતાઓને ધ્યાનમાં લઈ ખેડૂતોને સાવચેતીના પગલા લેવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં તીડના બ્રિડીંગ વિશે જાણકારી મળ્યેથી તંત્રને જાણ કરવા તથા તીડનો ઉપદ્રવ થયેથી દવાઓના છંટકાવ માટે અનુરોધ કર્યો છે.

Kiritbhaiતીડનો ઉપદ્રવ જોવા મળે તો દવા તરીકે પાક પર મેલાથીઓન ૫% છાંટવાથી પાકને સંરક્ષણ મળે છે. પાણીની અછતવાળા વિસ્તારોમાં સવારના સમયે ૧ હેક્ટર દીઠ વિસ્તારમાં ફેણીટ્રોથીઓન ૫૦% દવા ૧ લીટર અથવા મેલાથીઓન ૫૦% દવા ૧ લીટર અથવા ક્લોરોપાઈરીફોસ ૨૦% દવા ૧ લીટર પ્રમાણે ૮૦૦ થી ૧૦૦૦ લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવાની ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.

તીડ એ આંતરરાષ્ટ્રિય જીવાત છે, જેની વસ્તી અનુકુળ વાતાવરણમાં ખુબ ઝડપથી વધે છે. જે હજારો માઈલ સુધી લાખોની સંખ્યામાં ટોળાબંધ થઈ ખેતીને નુકશાન કરે છે. તાજેતરમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં તીડનો ઉપદ્રવ જોવા મળ્યો છે તો હાલ રાજ્યના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં તીડ બ્રિડીંગ માટે અનુકુળ વાતાવરણ સર્જાવાની શક્યતા હોવાથી અગમચેતીના પગલારૂપે તંત્ર સાથે સંકલનમાં રહી તીડ નિયંત્રણ અંગે જરૂરી પગલા ભરવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉભા પાકને તીડ દ્વારા થતા નુકશાનને અટકાવવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોમાં તીડ નિયંત્રણ અંગે જાગૃતિ માટે બહોળી પ્રચાર પ્રસિદ્ધીની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ફિલ્ડ સ્ટાફ, ગ્રામ મિત્ર તથા ગ્રામ સેવક દ્વારા તીડ નિયંત્રણ માટે જરૂરી પગલા લેવા અંગેની ફિલ્ડ તાલીમ, મીટીંગ્સ, સરવે સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તીડનું બ્રિડીંગ કે ઉપદ્રવ જણાયેથી વિસ્તરણ અધિકારી તેમજ તાલુકા અમલીકરણ અધિકારી સાથે સંકલનમાં રહી રાધનપુર/પાટણ પેટા વિભાગ મદદનીશ ખેતી નિયામકની કચેરી ખાતે તાત્કાલીક જાણ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અખાબારી યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code