પાટણઃ પબજી ગેમ અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ પાટણ જિલ્લામાં પબજી ગેમ, મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃદ્ધિનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ પર અસર થાય છે. તેમજ આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર-વર્તન, વાણી અને વિકાસ પર પડે છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- 1973(1974ના નંબર-2)ના કાયદાની કલમ 144 તથા
 
પાટણઃ પબજી ગેમ અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લામાં પબજી ગેમ, મોમો ચેલેન્જ ગેમના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃદ્ધિનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ પર અસર થાય છે. તેમજ આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર-વર્તન, વાણી અને વિકાસ પર પડે છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- 1973(1974ના નંબર-2)ના કાયદાની કલમ 144 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 37(3) હેઠળ મળેલ સત્તાની રૂએ પાટણના જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલે પાટણ જિલ્લામાં સમાવેશ થતાં તમામ વિસ્તારોમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર પબજી ગેમ/ મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથોસાથ જે પણ વ્યક્તિને પાટણ જિલ્લામાં સમાવેશ થતા કોઈપણ વિસ્તારમાં કોઈપણ અન્ય વ્યક્તિ એવી પબજી ગેમ રમવાની ગતિવિધિમાં ભાગ લેશે તે ધ્યાને આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખિત જાણ કરવાની ફરજ કરવામાં આવે છે. ગુનાના તપાસની કામગીરી અને શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું લાગુ પડતું
નથી.