પાટણ SPના અધ્યક્ષ સ્થાને જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર,પાટણ જિલ્લામાં સરકારની નશાબંધી નીતિનો સુચારૂ અમલ થાય તે અંગેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પાટણ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની પ્રથમ બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડાના અધ્યક્ષ પદે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાં નશાબંધી નીતિના પ્રચાર-પ્રસારનો કાર્યક્રમ ઘડવા અને સેવાભાવી, સામાજિક, ધાર્મિક સંસ્થાઓનો સહકાર અને સહયોગ મેળવી
 
પાટણ SPના અધ્યક્ષ સ્થાને જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર,પાટણ

જિલ્લામાં સરકારની નશાબંધી નીતિનો સુચારૂ અમલ થાય તે અંગેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પાટણ જિલ્લા નશાબંધી અમલીકરણ સમિતિની પ્રથમ બેઠક જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડાના અધ્યક્ષ પદે યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લામાં નશાબંધી નીતિના પ્રચાર-પ્રસારનો કાર્યક્રમ ઘડવા અને સેવાભાવી, સામાજિક, ધાર્મિક સંસ્થાઓનો સહકાર અને સહયોગ મેળવી જિલ્લામાં ગુજરાત સરકારની નશાબંધી નીતિનો સુચારૂ અમલ થાય તે અંગેના આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક્ષક, નશાબંધી અને આબકારી એસ.કે.દવે, નાયબ પોલીસ અધિક્ષક, પાટણ, નશાબંધી અને આબકારી સબ-ઇન્સ્પેકટર એચ.વી.પટેલ તથા પાટણ જિલ્લાના બિન સરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.