પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાઇ ગયું

અટલ સમાચાર પાટણ પાટણમા ક્ષત્રિય ઠાકોર સમાજનો રવિવારના રોજ સ્નેહમિલન યોજાયું હતું. ઠાકોર સમાજના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, યુવા ક્ષત્રિય સેના, ઠાકોર વિકાસ સંઘ , જય હો સેના , મહાકાલ સેના, તમામ સમાજના સંગઠનોને એક કરવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને કલાકારોએ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી સમાજના બેન-દીકરીઓ
 
પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાઇ ગયું

અટલ સમાચાર પાટણ

પાટણમા ક્ષત્રિય ઠાકોર સમાજનો રવિવારના રોજ સ્નેહમિલન યોજાયું હતું. ઠાકોર સમાજના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, યુવા ક્ષત્રિય સેના, ઠાકોર વિકાસ સંઘ , જય હો સેના , મહાકાલ સેના, તમામ સમાજના સંગઠનોને એક કરવાની હાકલ કરી હતી.

આ કાર્યક્રમ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ અને કલાકારોએ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી સમાજના બેન-દીકરીઓ અને ભાઈઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે. તમામ મંડળ એક કરી 2022માં ઠાકોર સમાજનો દીકરો મુખ્યમંત્રી બને તે માટે ઠાકોર સમાજની એકતાની રચના કરવામાં આવી હોવાનું નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવસિંગ રાઠોડ, જોધાજી ઠાકોર, અભેસિંગજી ઠાકોર, નવઘણજી ઠાકોર,ભાવસિંગજી ઠાકોર અને દાદુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.