પાટણ: 90 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુબાદ ધારપુર કોલેજમાં દેહદાન કરાયું

અટલ સમાચાર, પાટણ શંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં રહેતા 90 વર્ષીય મહિલાનું અવસાન થતાં પાટણ પાસેની ધારપુર મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું હતું. પંચાસરના ચાવડા પરિવારે મહિલાનું દેહદાન કરીને સમાજ અને પંથકમાં દાખલો બેસાડીને લોકોને પ્રેરણા પુરી પાડી છે. પંચાસરમાં રહેતા નાડોદા રાજપૂત સમાજના અગ્રણી ગગજીભાઈ ચેલાભાઈ ચાવડા અને તેમના ધર્મપત્ની સમુબેન ગગજીભાઈ ચાવડા બંનેએ આજથી 1
 
પાટણ: 90 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુબાદ ધારપુર કોલેજમાં દેહદાન કરાયું

અટલ સમાચાર, પાટણ

શંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં રહેતા 90 વર્ષીય મહિલાનું અવસાન થતાં પાટણ પાસેની ધારપુર મેડિકલ કોલેજમાં દેહદાન કર્યું હતું. પંચાસરના ચાવડા પરિવારે મહિલાનું દેહદાન કરીને સમાજ અને પંથકમાં દાખલો બેસાડીને લોકોને પ્રેરણા પુરી પાડી છે.

પંચાસરમાં રહેતા નાડોદા રાજપૂત સમાજના અગ્રણી ગગજીભાઈ ચેલાભાઈ ચાવડા અને તેમના ધર્મપત્ની સમુબેન ગગજીભાઈ ચાવડા બંનેએ આજથી 1 વર્ષ પહેલાં જ પોતાના મૃત્યુ બાદ પાર્થિવ દેહને ધારપુર મેડિકલ કોલેજમાં દાન કરવા માટેની કાર્યવાહી કરેલી હતી. દરમિયાન 23 ઓગસ્ટના રોજ સમુબેન ગગજીભાઈ ચાવડાનું અવસાન થયું હતું. જેથી તેમના પરિવારે તેમના લીધેલા નિર્ણયને પૂર્ણ કરવા માટે તેમના દેહદાનની પ્રક્રિયા હાથ ધરી હતી. અને ધારપુર મેડિકલ કોલેજમાં સમુબેનના દેહનું દાન કર્યું હતું.