આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ જિલ્લામાં ચાલુ સાલે સારા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં દિવેલાનું વાવેતર કરવામાં આવ્યું છે. સાંતલપુર તાલુકામાં મઢુત્રા આજુબાજુના વિસ્તારમાં આ પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળેલ છે. જેનો નાશ ન કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટ પડવાની સંભાવના છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આ જીવાતના નિયંત્રણ હેતુ વિવિધ ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

ગરમ અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ ઈયળો પાનની નસો સિવાય બીજો તમામ લીલો ભાગ ખાઈ પાનને ઝાંખરા જેવા બનાવી દે છે. જેના કારણે જો સમયસર આ ઈયળોનો નાશ ન કરવામાં આવે તો છોડ પાન રહિત બને છે અને ઉત્પાદનમાં ઘટ પડે છે.

આ ઉપરાંત ઈયળોની અવસ્થા મોટી હોય તો રાસાયણીક દવાના છંટકાવ દ્વારા તેના પર નિયંત્રણ લાવવા એક પંપમાં 30 મી.લી. ક્વિનાલફોસ (0.05%) અથવા 30 મી.લી. કલોરપાયરીફોસ (0.04%) અથવા એમાબેક્ટીન બેન્ઝોએટ (05%) ઘન એક પંપમાં 3 થી 4ગ્રામ દવા પાણીમાં ઓગાળી ઉભા પાકમાં ૧૫ દિવસના અંતરે બે વાર છંટકાવ કરવો.શક્ય હોય ત્યાં સુધી સવાર કે સાંજના સમયે દવાનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે.

દિવેલાના પાકમાં યોગ્ય માત્રામાં અને સમયાંતરે દવાઓના છંટકાવ દ્વારા દિવેલાના પાકને થતું નુકશાન અટકાવી ઉત્પાદન જાળવી રાખવા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહેલ છે. વધુ માહિતી માટે ગ્રામ સેવકનો તથા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંમ્બર 18001801551 ઉપર સંમ્પર્ક કરવા ખેડૂતોને અનુરોધ કર્યો છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પાટણની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

25 May 2020, 8:03 AM (GMT)

COVID-19 Global Stats

5,513,369 Total Cases
346,868 Death Cases
2,309,246 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code