આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકો અને પાલનપુર તાલુકાના કેટલાક ગામડા ૩-પાટણ લોકસભા મતવિસ્તાર માં આવે છે. જેમાં પાટણ બેઠકના મધ્યસ્થ કાર્યાલયને વડગામ ખાતે ઉદગાટન કરાયુ હતુ. જેમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ વડગામ તાલુકાની જનતાને વિશ્વાસ સાથે અનેક આગેવાનીની વચ્ચે ખાત્રી આપીને જણાવ્યું હતું કે હું પાટણ લોકસભા બેઠક જીતીને આવીશ તો મારી પ્રથમ વડગામ તાલુકાની જનતાને સિંચાઇના પાણી માટેની સમસ્યા સતાવતી રહી છે તેને હલ કરવા મારા પ્રયત્નો રહેશે. હુ કામ કરી બતાવીશ અને જો મારાથી આ કામ નહી થાયતો હુ સ્વેચ્છાએ રાજીનામુ આપી દઇશ. તેઓએ ઉપસ્થિત લોકો ને પ્રશ્ર્ન કરતા જણાવ્યુ હતુ કે જો હુ આ કામ નહી કરુ તો પછી હુ લોકોની સેવા કરવાના લાયક નથી એમ માનીને રાજીનામુ આપી દઇશ. વધુ લોકોને વિશ્વાસ આપતા જણાવ્યુ હતુ કે, મારા થી થશે તેટલા પ્રયત્ન કરીને વડગામ તાલુકાના વિકાસ માટે સહભાગી બનીશ.આ કાર્યક્રમમાં વડગામ અને પાલનપુર તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી સહીત મહાનુભાવોના હસ્તે વડગામમાં ભાજપ કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં આવેલા આગેવાનોએ નરેન્દ્ર મોદી ન બીજીવાર વડાપ્રધાન બનાવવા માટે આહવાન કર્યું હતું. ત્યારે આ પ્રસંગે પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે બેટી બચાવો – બેટી પઢાવો, સુજલામ-સુફલામ યોજના મા અમૃતમ યોજના સહીત ભાજપ સરકારે અમલમાં મુકી છે. ગજેન્દ્ર ભાઈ સક્સેના, વડગામ માર્કેટ યાર્ડ ચેરમેન કેશરભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય ફલજીભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજયભાઇ ચક્રવતિ, ભરત ભાઇ પરમાર, અશ્વિન સક્સેના બાલકૃષ્ણ જીરાલા, રાજેશભાઇ પરમાર, પ્રદિપ કટારિયા, સહિત તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code