પાટણ: કલેક્ટરના નિવાસસ્થાને જિલ્લાના સૌપ્રથમ કલ્પવૃક્ષનું વાવેતર કરાયુ

અટલ સમાચાર, પાટણ ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચુકી ત્યારે જિલ્લામાં વધુ ને વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા કલ્પવૃક્ષનું વાવેતર કરી નાગરીકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા પૂરી પાડી છે. જિલ્લાને હરિયાળો રાખવા તથા પર્યાવરણના જતન માટે સતત પ્રયત્નશીલ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા પાટણ જિલ્લાનું પ્રથમ કલ્પવૃક્ષ કલેક્ટરના નિવાસસ્થાન ખાતે
 
પાટણ: કલેક્ટરના નિવાસસ્થાને જિલ્લાના સૌપ્રથમ કલ્પવૃક્ષનું વાવેતર કરાયુ

અટલ સમાચાર, પાટણ

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ચુકી ત્યારે જિલ્લામાં વધુ ને વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તે માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા કલ્પવૃક્ષનું વાવેતર કરી નાગરીકોને વૃક્ષારોપણ માટે પ્રેરણા પૂરી પાડી છે.

જિલ્લાને હરિયાળો રાખવા તથા પર્યાવરણના જતન માટે સતત પ્રયત્નશીલ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા પાટણ જિલ્લાનું પ્રથમ કલ્પવૃક્ષ કલેક્ટરના નિવાસસ્થાન ખાતે વાવેતર કરવામાં આવ્યું. કલેક્ટરે લોકો વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવે અને તેનું જતન કરે તે માટે જિલ્લાના નાગરીકોને અપીલ કરી હતી. ચોમાસાની ઋતુ શરૂ થઈ ચુકી છે ત્યારે આવનારા સમયમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો વાવવામાં આવશે અને પર્યાવરણના જતનમાં ઉપયોગી એવા વૃક્ષોનું વાવેતર કરવા વનવિભાગ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગમાં રહી વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વનવિભાગના ડી.સી.ઍફ જે.ઍસ. રાજપૂત દ્વારા પીપળા તથા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના નિલેશ રાજગોર દ્વારા કાજુના વૃક્ષનું પણ વાવેતર કરવામાં આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે મૂળ દક્ષિણ આફ્રિકાની પ્રજાતિના કલ્પવૃક્ષ હજારો વર્ષનું આયુષ્ય ધરાવે છે. સ્થાનિક રીતે રૂખડો તરીકે ઓળખાતા કલ્પવૃક્ષનું લેટીન નામ ઍડેનસોનીયા ડિઝીટાટા છે જે ભારતમાં ઉત્તરાખંડ, રાંચી જેવા ઉત્તરના રાજ્યોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. દેવો અને દાનવો દ્વારા થયેલા સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલા 14 રત્નો પૈકીનું એક કલ્પવૃક્ષ હતુ, જેને ઈન્દ્ર દેવે તેમના સુર કાનન નામના બગીચામાં સ્થાપિત કર્યુ હતુ તેવો પુરાણોમાં ઉલ્લેખ છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ખુબ જ લાભકારક એવા કલ્પવૃક્ષનો આયુર્વેદમાં પણ ઉલ્લેખ જોવા મળે છે.