પાટણઃ મકાન માલિક ભાડુઆતને મકાન ખાલી કરવા જબરજસ્તી ખાલી કરાવી શકશે નહીં

અટલ સમાચાર, પાટણ લોકડાઉનની પરિસ્થિતિના કારણે અટવાયેલા લોકો તથા હિજરતી મજૂરો બાબતે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર જિલ્લા વિસ્તારમાં મકાન માલિકો, ઉદ્યોગો, વ્યાપારીક, વાણીજ્યક સંસ્થા કે દુકાનો, કોન્ટ્રાક્ટરો તથા કન્સ્ટ્રક્શન સાઈટના માલિકોને વિવિધ કૃત્યો કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
પાટણઃ મકાન માલિક ભાડુઆતને મકાન ખાલી કરવા જબરજસ્તી ખાલી કરાવી શકશે નહીં

અટલ સમાચાર, પાટણ

લોકડાઉનની પરિસ્થિતિના કારણે અટવાયેલા લોકો તથા હિજરતી મજૂરો બાબતે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર જિલ્લા વિસ્તારમાં મકાન માલિકો, ઉદ્યોગો, વ્યાપારીક, વાણીજ્યક સંસ્થા કે દુકાનો, કોન્ટ્રાક્ટરો તથા કન્સ્ટ્રક્શન સાઈટના માલિકોને વિવિધ કૃત્યો કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી વિવિધ કૃત્યો કરવા મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંતર્ગત સમગ્ર પાટણ જિલ્લા વિસ્તારમાં કોઈ મકાન માલિક તેઓના ભાડુઆતને હાલ મકાન ખાલી કરવા માટે મજબુર ન કરે કે મકાન જબરજસ્તી ખાલી ન કરાવે તથા તેમના રહેઠાણ મકાન માલિકોએ એક મહિના સુધી ભાડુ માંગવાનું રહેશે નહીં. સાથે સાથે સમગ્ર જિલ્લામાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઈટના મજૂરોને રહેવા તથા જમવાની વ્યવસ્થા જે-તે કન્સ્ટ્રક્શન સાઈટના માલિકે કરવાની રહેશે. તેઓને હિજરત કરવાની ફરજ ન પડે તેની સંપૂર્ણ જવાબદારી જે-તે કન્સ્ટ્રક્શન સાઈટના માલિકની રહેશે. તેમજ તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક કામના, રહેઠાણના સ્થળને છોડવાની ફરજ પાડી શકશે નહીં.

વધુમાં તમામ રોજગાર પુરો પાડતા ઉદ્યોગો, વ્યાપારીક, વાણીજ્યક સંસ્થા/દુકાનો, કોન્ટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનના સમય દરમ્યાન તેમના ઉદ્યોગો, વ્યાપારીક, વાણીજ્યક સંસ્થા/દુકાનો બંધ રહ્યા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પુરેપુરૂ ચુકવવાનું રહેશે. આ જાહેરનામું સમગ્ર પાટણ જિલ્લાના વિસ્તારમાં તા.૦૩/૦૪/૨૦૨૦ થી તા.૧૪/૦૪/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય ફોજદારી અધિનિયમ.૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.