આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પાટણ જિલ્લા અદાલત તેમજ સંલગ્ન તાલુકા કાનૂની સેવા સમિતિ ખાતે આગામી 14 સપ્ટેમ્બરના રોજ નૅશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ નૅશનલ લોક અદાલતમાં ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ ઑફેન્સ, નેગોશીએબલ ઈન્ટ્રુમેન્ટ એક્ટ 138 હેઠળના કેસ, બેન્ક રિકવરીના કેસ, એમ.એ.સી.ટી કેસ, મેટ્રીમોનીઅલ કેસ, લેબર ડિસ્પ્યુટ કેસ, ચોરી સિવાયના ઈલેક્ટ્રીક અને વૉટર બીલ કેસ, પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભો જેવા સર્વિસ મેટરના કેસ, રેવન્યુ કેસ, રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટ્સ, ઈન્જક્શન શુટ, સ્પેસીફીક પરફોર્મન્સ શુટ વગેરે જેવા અન્ય સીવીલ કેસ, એમ.એ.સી.પી. એક્ઝીક્યુશન પીટીશન, સીવીલ અને એક્ઝીક્યુશન પીટીશન જેવા કેસ મુકવામાં આવશે.

લોક અદાલત એટલે કે, સમાધાનની પ્રક્રિયાથી વિવાદોનું સરળ રીતે કાયમી નિવારણ.14 સપ્ટેમ્બરના રોજ યોજાનાર નૅશનલ લોક અદાલતનો વધુમાં વધુ લોકો લાભ લે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, વારાહી, તાલુકા મથકોએ તથા પાટણ જિલ્લા અદાલત તેમજ પાટણ તાલુકા કાનૂની સેવા સમિતિ ખાતે લોક અદાલત યોજાશે.

01 Oct 2020, 5:16 AM (GMT)

COVID-19 Global Stats

34,324,336 Total Cases
1,021,173 Death Cases
25,539,423 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code