પાટણઃ લોકસભા ચૂંટણી આદર્શ-નિષ્પક્ષ અને નિર્ભિક યોજવા કવાયત

અટલ સમાચાર, પાટણ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્રારા ગુજરાત લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ યોજવાની જાહેરાત કરતાં પાટણ જિલ્લામાં ૩-પાટણ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયાની તંત્ર દ્રારા કરાયેલી સર્વગ્રાહી તૈયારીઓ અંગે જિલ્લા ચુંટણી અધિકારી આનંદ પટેલ મીડીયાને અવગત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં લોકશાહીના મહાન પર્વ સમાન ચુંટણી પ્રક્રિયા સાગોપાંગ રીતે સફળ બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્રે પુરી તૈયારીઓ
 
પાટણઃ લોકસભા ચૂંટણી આદર્શ-નિષ્પક્ષ અને નિર્ભિક યોજવા કવાયત

અટલ સમાચાર, પાટણ

કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્રારા ગુજરાત લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ યોજવાની જાહેરાત કરતાં પાટણ જિલ્‍લામાં ૩-પાટણ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયાની તંત્ર દ્રારા કરાયેલી સર્વગ્રાહી તૈયારીઓ અંગે જિલ્‍લા ચુંટણી અધિકારી આનંદ પટેલ મીડીયાને અવગત કરતાં જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં લોકશાહીના મહાન પર્વ સમાન ચુંટણી પ્રક્રિયા સાગોપાંગ રીતે સફળ બને તે માટે જિલ્‍લા ચૂંટણી તંત્રે પુરી તૈયારીઓ કરી લીધી છે. ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને નિર્ભિક અને આદર્શ વાતાવરણ વચ્‍ચે યોજવા માટે ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર જિલ્‍લા ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે.

જિલ્‍લા ચૂંટણી અધિકારી આનંદ પટેલે ૩-પાટણ લોકસભા બેઠક સંદર્ભે વિગતો આપતાં જણાવ્યું કે, ભારતના ચૂંટણીપંચે તા.૧૦/૦૩/૨૦૧૯ ના રોજ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરેલ છે. જે અન્વયે ૦૩-પાટણ સંસદીય મતદારવિભાગની બેઠક માટે તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ મતદાન યોજાનાર છે. તા.૨૮/૦૩/૨૦૧૯ થી તા.૦૪/૦૪/૨૦૧૯ સુધી ઉમેદવારો તેમના ઉમેદવારીપત્રો સવારે ૧૧-૦૦ કલાકથી બપોરના ૦૩-૦૦ કલાક સુધી ભરી શકશે. ઉમેદવારી પત્ર ચકાસણીની તારીખ- ૦૫/૦૪/૨૦૧૯ છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ૦૮/૦૪/૨૦૧૯ છે. તથા તારીખ ૨૩/૦૫/૨૦૧૯ ના રોજ મતગણતરી થશે. અને ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તારીખ
૨૭/૦૫/૨૦૧૯ છે.

પાટણ સંસદીય મતવિસ્તારમાં (૧)૧૧-વડગામ (૨‌)૧૫-કાંકરેજ (૩)૧૬-રાધનપુર (૪) ૧૭-ચાણસ્મા (૫) ૧૮-પાટણ (૬)૧૯-સિધ્ધપુર (૭) ૨૦-ખેરાલુ એમ કુલ-૭ વિધાનસભા મતદાર વિભાગનો સમાવેશ થાય છે. પાટણ સંસદીય મતવિસ્તારમાં કુલ-૧૨૫૧ મતદાન મથક સ્થળ અને ૨૧૦૪ મતદાન મથક આવેલા છે. પાટણ સંસદીય મતવિસ્તારમાં ૯૩૪૦૮૬ પુરૂષ મતદારો ૮૬૩૮૨૪ સ્ત્રી મતદારો તથા ૨૩ અન્ય મતદારો મળી કુલ ૧૭૯૭૯૩૩ મતદારો નોધાયેલ છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્‍યાન આદર્શ આચારસહિતાના ચુસ્‍ત અમલ માટે નોડલ અધિકારી સહિત નોડલ અધિકારી મેન પાવર મેનેજમેન્‍ટ, ઇવીએમ-વીવીપીએટી મેનેજમેન્‍ટ, ટ્રાન્‍સપોર્ટ સ્‍ટાફ ટ્રેનીંગ, ખર્ચના નોડલ અધિકારી મળી કુલ ૧૮ નોડલ અધિકારીને ફરજબધ્‍ધ કરવામાં આવ્‍યા છે. મતદાતાઓ માં મતદાન માટેનો ઉત્‍સાહ વધારવા અને વી.વી.પી.એ.ટીની સમજણ માટે સતત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. લોકશાહીના મહાકુંભમાં વધુને વધુ મતદાન થાય તે માટે વ્‍યાપક મતદાન જાગૃતી ઉભી કરવા માટે તંત્ર કટિબધ્‍ધ છે. ચુંટણી પ્રક્રિયામાં કુલ મળી ૧૧૮૨૫ ચુંટણી કર્મીઓ સહિત ફરજ પરના અન્‍ય કર્મચારીઓ માટે પોસ્‍ટલ મતદાન માટેની વ્‍યવસ્‍થા પણ કાર્યરત કરાઇ છે.

ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર જિલ્‍લામાં ૨૮ સખી મતદાન મથકો અને ૦૭ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો ઉભા કરાનાર છે. ચુંટણી પ્રક્રિયા દરમ્‍યાન કાયદો-વ્‍યવસ્‍થા-સલામતીના પ્રબંધો માટે પણ પુરતો સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવાશે તેમ તેમણે વધુમાં ઉમેયું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માટે ઉમેદવારની ખર્ચ મર્યાદા ભારતના ચૂંટણીપંચ દ્રારા રૂ.૭૦૦૦૦૦૦/-(અંકે રૂ. સીત્તેર લાખ ) નક્કી કરવામાં આવેલ છે. ૦૩-પાટણ સંસદીય મતવિસ્તારમાં કુલ -૨૧ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો, ૩૫- સ્ટેટીક સર્વેલન્સ ટીમ, ૧૭-વિડીયો સર્વેલન્સ ટીમ, ૭-વિડીયો વ્યુવિંગ ટીમ અને ૧-એકાઉન્ટ ટીમની રચના કરવામાં આવેલ છે. ઉપરાંત ૮-આસીસ્ટન્ટ એક્સપેન્ડીચર ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવેલ છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ માં મતદાર કાપલીનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહી. એપિક તથા અન્ય અગિયાર પુરાવાઓની મદદથી જ મતદાન કરી શકાશે. પાટણ જિલ્લામાં સર્વિસ વોટરની સંખ્યા- ૬૫૬ છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર- ૧૯૫૦ છે. કોઇપણ નાગરિક ફોન કરીને માર્ગદર્શન મેળવી શકશે. અથવા ફરિયાદ નોધાવી શકશે. ચૂંટણી પંચ દ્રારા cVIGIL એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે. ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન નાગરિકો આચારસંહિતા ભંગ અને ખર્ચ સીમા ઉલ્લંઘનની ફરિયાદ અન્વયે ફરિયાદ કરી શકશે.

પત્રકાર પરિષદમાં ડીઆરડીના નિયામક દિનેશ પરમાર, અને નાયબ ચુંટણી અધિકારી મુકેશ પટેલ સહિત પ્રિન્‍ટ
અને ઇલેકટ્રોનીકસ મિડીયાના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતા.