પાટણઃ રોટરી ક્લબ દ્વારા કોરોના વોરીયર્સ માટે સેનેટાઈઝેશનની વ્યવસ્થા કરાઇ

અટલ સમાચાર, પાટણ લોકડાઉનનો સમયગાળો ઘણા લોકોને કપરો કાળ લાગી રહ્યો છે ત્યારે પોતાના જીવને જોખમમાં મુકી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા આરોગ્ય અને પોલીસ સહિત વિવિધ વિભાગના કર્મયોગીઓરાત-દિવસ ઝઝૂમી રહ્યા છે. તેમના આરોગ્યની જાળવણીની તકેદારીના ભાગરૂપે શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા ચાર સ્થળોએ સેનેટાઈઝેશન ટનલ મુકવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ટાળવા દેશભરમાં લોકડાઉન અમલી છે
 
પાટણઃ રોટરી ક્લબ દ્વારા કોરોના વોરીયર્સ માટે સેનેટાઈઝેશનની વ્યવસ્થા કરાઇ

અટલ સમાચાર, પાટણ

લોકડાઉનનો સમયગાળો ઘણા લોકોને કપરો કાળ લાગી રહ્યો છે ત્યારે પોતાના જીવને જોખમમાં મુકી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા આરોગ્ય અને પોલીસ સહિત વિવિધ વિભાગના કર્મયોગીઓરાત-દિવસ ઝઝૂમી રહ્યા છે. તેમના આરોગ્યની જાળવણીની તકેદારીના ભાગરૂપે શહેરની સેવાભાવી સંસ્થા દ્વારા ચાર સ્થળોએ સેનેટાઈઝેશન ટનલ મુકવામાં આવી છે.

કોરોના વાયરસના સંક્રમણને ટાળવા દેશભરમાં લોકડાઉન અમલી છે ત્યારે પણ સરકારના ઘણા વિભાગો લોકહિતાર્થે ફરજ બજાવી રહ્યા છે. કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ, લોકડાઉનની ચુસ્ત અમલવારી કરાવવા પોલીસ વિભાગની ટીમ, સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવા નગરપાલિકાની ટીમ સતત કામ કરી રહી છે. પોતાના સ્વાસ્થ્ય કે ઘર-પરિવારની ચિંતા કર્યા વગર ફરજપરસ્ત રહી અહર્નિશ કાર્યરત આ કર્મયોગીઓની આરોગ્ય જાળવણી માટે રૉટરી ક્લબ ઑફ પાટણ દ્વારા ચાર જેટલા સ્થળોએ સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ તૈયાર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્લબ ટ્રેનર બાબુભાઈ પ્રજાપતિ જણાવે છે કે, કોરોના વાયરસને નાથવા ફિલ્ડ લેવલ પર કામ કરતાં કોરોના વોરીયર્સને સંક્રમણની શક્યતાઓ ઘટાડી શકાય તે માટેઆ સેલ્ફ સેનેટાઈઝેશન ટનલ મુકવામાં આવી છે. આરોગ્યકર્મીઓ, પોલીસ, પત્રકારો જેવા સ્થળ પર જઈ કામ કરતાં લોકોની અવર-જવરવાળા સૌથી વધુ જરૂરિયાત ધરાવતા ચાર સ્થળોએ આ ટનલ મુકવામાં આવી છે. જે વિસ્તારના વ્યક્તિઓCOVID19 પોઝીટીવ આવ્યા છે અથવા સંક્રમણની શક્યતાઓ જ્યાં વધારે છે તેવા સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના પ્રવેશદ્વારા પાસે, પોલીસકર્મીઓ માટે પોલીસ અધિક્ષકની કચેરી, સેનેટાઈઝેશન સહિતની કામગીરી કરતાં નગરપાલિકા ખાતે તથા આરોગ્યકર્મીઓ માટે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવેલી સેલ્ફ સેનેટાઈઝેશન ટનલમાં સોડિયમ હાઈપોક્લોરાઈડ અને પાણીના મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે.