આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

આગામી 23 એપ્રિલે યોજાનાર પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-2019 અંતર્ગત માઈક્રો ઓબ્ઝર્વર દ્વારા ચૂંટણીલક્ષી નિભાવવાની ફરજોનો તાલીમ કાર્યક્રમ જનરલ ઓબ્ઝર્વર તુકારામ અને ચૂંટણી અધિકારી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં માઈક્રો ઓબ્ઝર્વરે કરવાની કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન દર્શાવવામાં આવ્યું હતુ. જેમાં મોકપોસ પ્રેઝન્ટેશન, મતદાન માટે ઈ.વી.એમ તથા વીવીપેટ તૈયાર કરવું, વૈધાનિક જોગવાઈઓ અંગેની માહિતી તથા માઈક્રો ઓબ્ઝર્વરની ફરજો અંગેના પ્રેઝન્ટેશન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પટેલ દ્વારા દર્શાવી માહિતીગાર કરવામાં આવ્યા હતા.

આ તાલીમમાં જનરલ ખર્ચ ઓબ્ઝર્વર તુકારામ મંડેએ મોકપોલ અંગેના મુંઝવતા પ્રશ્નો અંગે માઈક્રો ઓબ્ઝર્વરઓને પૂછેલા પ્રશ્નોની સવિસ્તાર માહિતી આપી હતી. તેમજ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પટેલે મતદાન માટે ઓળખના 12 પુરાવાઓ અંગે માહિતગાર કર્યા હતા. કન્ડક્ટીવ મોકપોલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ તાલીમમાં અધિકારીગણ, માઈક્રો ઓબ્ઝર્વર્સ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code