પાટણઃ નોટીસ સામે સત્તા બચાવવા જિલ્લા પંચાયતનો શાસક-વિપક્ષ એક થાળીએ

અટલ સમાચાર, મહેસાણા પાટણ જિલ્લા પંચાયત આચાર સંહિતા અગાઉ બજેટ પસાર કરવા નિષ્ફળ ગઈ હોવાથી વિકાસ કમિશ્નરે કારણદર્શક નોટીસ આપી હતી. જેની સામે સોમવારે મળેલી સામાન્ય સભામાં સત્તા બચાવવા ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક થાળીએ બેસી ઠરાવ કરી લીધો છે. ફરી એકવાર બજેટ પસાર કરવા સુનાવણીની તક આપવા તમામ 31 સભ્યોએ વિકાસ કમિશ્નરને રજૂઆત કરી
 
પાટણઃ નોટીસ સામે સત્તા બચાવવા જિલ્લા પંચાયતનો શાસક-વિપક્ષ એક થાળીએ

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લા પંચાયત આચાર સંહિતા અગાઉ બજેટ પસાર કરવા નિષ્ફળ ગઈ હોવાથી વિકાસ કમિશ્નરે કારણદર્શક નોટીસ આપી હતી. જેની સામે સોમવારે મળેલી સામાન્ય સભામાં સત્તા બચાવવા ભાજપ અને કોંગ્રેસના સભ્યો એક થાળીએ બેસી ઠરાવ કરી લીધો છે. ફરી એકવાર બજેટ પસાર કરવા સુનાવણીની તક આપવા તમામ 31 સભ્યોએ વિકાસ કમિશ્નરને રજૂઆત કરી છે.

પાટણ જિલ્લા પંચાયતમાં બળવાખોર કોંગ્રેસ અને ભાજપ મિશ્રિત સભ્યોની સત્તા હાલક ડોલક ચાલી રહી છે. અગાઉ મળેલી સામાન્ય સભામાં બજેટ નામંજૂર થતા સત્તાધિશો લઘુમતીમાં હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન આચાર સંહિતા જાહેર થઈ જતા પાટણ જિલ્લા પંચાયતનું બજેટ અધ્ધરતાલ રહેતા વહિવટી ગુંચવણ ઉભી થઈ હતી. જેથી વિકાસ કમિશ્નરે બજેટની નિષ્ફળતા સામે લાલ આંખ કરી કારણ બતાવો નોટીસ ફટકારી હતી.

સમગ્ર મામલે જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ સોમવારે બેઠક બોલાવી સર્વાનુમતે ઠરાવ પસાર કરી સત્તા બચાવવાની સાઠમારી ખેલી હોવાનું સામે આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસના સભ્યો જિલ્લા પંચાયતની ચુંટણી ઈચ્છતા ન હોવાનું અને ફરી એકવાર બજેટ પસાર કરવા તલપાપડ બન્યા હોવાનું સામે આવ્યું છે. તમામ સભ્યોએ ફરી એકવાર બજેટ પસાર કરવાની તક આપવા વિકાસ કમિશ્નરને ઠરાવ દ્વારા રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આગામી ટૂંક સમયમાં વિકાસ કમિશ્નર પાટણ જિલ્લા પંચાયતના બજેટ અને સભ્યોના રાજકીય ભાવિ અંગે નિર્ણય લઈ નોટીસ કે પ્રતિભાવ રજૂ કરે તેની ઉપર ગ્રામ્ય રાજકારણની નજર મંડાઈ છે.