બ્રેકિંગ ન્યૂઝ:પાટણના સમી તાલુકામાં 90 લાખનું શૌચાલય કૌભાંડ: ટીડીઓ-તલાટી-સરપંચ વિરુધ્ધ ફરિયાદ
બ્રેકિંગ ન્યૂઝ:પાટણના સમી તાલુકામાં 90 લાખનું શૌચાલય કૌભાંડ: ટીડીઓ-તલાટી-સરપંચ વિરુધ્ધ ફરિયાદ

અટલ સમાચાર, ગિરીશ જોશી

પાટણ જિલ્લાના સમી  તાલુકાના બે ગામમાં શૌચાલય કૌભાંડની ગેરરીતિ મામલે આખરે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. બે વર્ષ અગાઉના કુલ ૯૦ લાખથી વધુના કૌભાંડમાં ટીડીઓ-તલાટી-સરપંચ સહિતના કુલ આઠ વિરુદ્ધ પોલીસ સ્ટેશનને ઉચાપતનો ગુનો નોંધાતા જિલ્લા સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

પાટણ જિલ્લા ગ્રામવિકાસ એજન્સી હેઠળના શૌચાલય યોજનામા સમી તાલુકાના ભદ્રાડા અને  શિંગોતરીયા ગામે ૬૦૦થી વધુ શૌચાલયોમા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બે વર્ષ અગાઉ સમગ્ર કૌભાંડ સામે આવતા જ કર્મચારી-સરપંચને નોટિસ આપી અહેવાલ બાદ મામલો ગરમાયો હતો. જિલ્લા ગ્રામવિકાસ એજન્સીએ સરેરાશ ૭૦લાખથી વધુુુુનું કૌભાંડ રેેર્ડક ઉપર કરી સમી પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા મથામણ શરૂ કરી હતી. આ તરફ પોલીસ સમગ્ર મામલે ફૂંકી ફૂંકીને આગળ વધતા મામલો કાચબા ગતિમા આવી ગયો હતો. આ દરમિયાન ગત અઠવાડિયાથી ગતિવિધિ તેજ બનતા સમી પોલીસ મથકે બે તત્કાલીન ટીડીઓ, બે ભૂતપૂર્વ સરપંચ, બે  તત્કાલીન તલાટી બે તત્કાલીન કરાર આધારિત કર્મચારી એક તત્કાલીન એકાઉન્ટ સહિત આઠ વિરુદ્ધ ૯૦ લાખ ૯૬ હજારની સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે કલમ 409 406 464 467 468 477 અને 114 મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લામાં સરેરાશ એક કરોડની સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ સરકારી અને રાજકીય વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થતા ચકચાર મચી ગઇ છે.

કોના વિરુધ્ધ ફરિયાદ

૧. જવીબેન ઈશ્વરજી ઠાકોર, તત્કાલીન સરપંચ ભદ્રાડા
૨. જવાભાઈ રણશીભાઇ, નિરાશ્રિત સરપંચ સીંગોતરીયા
૩. એચ.એન.જાની, તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી
૪. કે.જી.શ્રીમાળી તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી

૫. પી.ડી.પરમાર, તલાટી

૬. ડી.ડી .વાઘેલા, તત્કાલીન એકાઉન્ટ

૭. હસમુખ સિંધવ, તત્કાલીન બ્લોક કોર્ડીનેટર
૮. કિરણ ચૌધરી, તત્કાલીન એન્જિનિયર

વધુ આરોપીઓ બહાર આવી શકે છે

સુત્રોએ જણાવ્યું હતું કે 90 લાખથી વધુનું કાૈંભાંડ ચોક્કસ રણનીતિથી આચરવામાં આવ્યું હોઈ શકે છે. જેમાં કેટલાક શાૈચાલય અધુરા, કેટલાક બનાવ્યા જ નહોતા, કેટલાક બનાવટી, કેટલાક દુબાર સહિતના કાૈભાંડમાં પૂછપરછને અંતે મોટા માથા સામે આવી શકે છે. જેથી સમગ્ર કાૈભાંડમાં આગામી દિવસોએ રાજકીય કે વહીવટી અધિકારીઓના નામો ખૂલે તો નવાઈ નહી.