પાટણ: દેશી બંદૂક સાથે બે ઇસમો ઝબ્બે, પુછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો

અટલ સમાચાર, પાટણ પાટણ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સુચના કરી હતી. જે આધારે ના.પો.અધિ. એચ.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. જ્યાં બાતમીને આધારે પોલીસે દાંતરવાડા ગામેથી ત્રણ ડફેરોની અટકાયત કરી હતી. તેમની તલાશી લેતા બે દેશી બનાવટની બંદૂક સહિત કુલ 45,000ના મુદ્દામાલ સાથે તેમની અટકાયત
 
પાટણ: દેશી બંદૂક સાથે બે ઇસમો ઝબ્બે, પુછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો

અટલ સમાચાર, પાટણ

પાટણ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સુચના કરી હતી. જે આધારે ના.પો.અધિ. એચ.કે.વાઘેલાના માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. જ્યાં બાતમીને આધારે પોલીસે દાંતરવાડા ગામેથી ત્રણ ડફેરોની અટકાયત કરી હતી. તેમની તલાશી લેતા બે દેશી બનાવટની બંદૂક સહિત કુલ 45,000ના મુદ્દામાલ સાથે તેમની અટકાયત કરાઇ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જીલ્લામાં ઘરફોડ-ચોરીના કેસના આરોપીઓને ઝડપી પાડવા પોલીસ અધિક્ષકે સુચના કરી હતી. આ દરમ્યાન હારીજ પોલીસને બાતમી મળી હતી કે, ત્રણ ઇસમો દેશી બંદૂક સાથે દાંતરવાડા ગામના તટમાં છે. જેથી પોલીસે અચાનક રેડ કરી ત્રણેય ઇસમોને દબોચ્યા હતા. પોલીસે તેમની પાસેથી દેશીહાથની બનાવટની બંદુક નંગ-2, દારૂગોળા તથા છરા, મોટર સાયકલ નંગ-2 કુલ 45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હારીજ પોલીસે આરોપીઓને કડક પુછપરછ કરતા તેમને વાગોસણના મંદીરોમાં 14,120ની અને અંબેશ્વર સોસાયટીમાં 2,80,700ના મુદ્દામાલની ચોરી કરી હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે આરોપીઓને ઝડપી કુલ 4,21,900નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

  • સિન્ધી (ડફેર) જલાલસૈયા રહે. અમરાપુરીપાટી, સમી
  • સિન્ધી (ડફેર) અબ્બાસ ઉર્ફે લાલો અબ્દુલ રહે. અમરાપુરી પાટી, સમી, હાલ રહે. મહેસાણા ડંગા
  • સિન્ધી (ડફેર) કાસમ પુના, રહે. અમરાપુીપાટી સમી, મૂળ રહે. રાજપુર તા. કડી જી.મહેસાણા