પાટણઃ ટુરીઝમ અને કલ્ચરના કેન્દ્રિય રાજ્યમંત્રીએ રાણકી વાવની મુલાકાત લીધી

અટલ સમાચાર, પાટણ પાટણ ખાતે શિલ્પ અને સ્થાપત્યના બેજોડ નમૂનારૂપ રાણકી વાવને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે. ત્યારે ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી પ્રહલાદસિંઘ પટેલે રાણકી વાવ નિહાળી આ મૂલ્ય વારસાની પ્રશંસા કરી હતી. કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ, આપણા ઈતિહાસ અને વાસ્તુકળાને પુનઃસ્થાપિત કરવાનું કામ ભારતીય પુરાતત્વ વિભાગ
 
પાટણઃ ટુરીઝમ અને કલ્ચરના કેન્દ્રિય રાજ્યમંત્રીએ રાણકી વાવની મુલાકાત લીધી

અટલ સમાચાર, પાટણ

પાટણ ખાતે શિલ્પ અને સ્થાપત્યના બેજોડ નમૂનારૂપ રાણકી વાવને ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી છે. ત્યારે ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી પ્રહલાદસિંઘ પટેલે રાણકી વાવ નિહાળી આ મૂલ્ય વારસાની પ્રશંસા કરી હતી.

કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, આપણી સંસ્કૃતિ, આપણા ઈતિહાસ અને વાસ્તુકળાને પુનઃસ્થાપિત કરવાનું કામ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે તેનું આ પ્રતિષ્ઠિત ઉદાહરણ છે. સંભવતઃ કોઈ યંત્રોની મદદ વગર 11મી સદીમાં બાંધવામાં આવેલી સ્થાપત્યના બેજોડ નમૂનારૂપ વાવ તે સમયના શિલ્પ કારીગરોના કૌશલ્યને ઉજાગર કરે છે. રાણકી વાવમાં આપણા પૂર્વજોએ કઈ રીતે રોજીંદા કામની સાથે સંસ્કૃતિ અને પરંપરાને વણી લીધી છે તે આવનારી પેઢીએ સમજવાની જરૂર છે.

પાટણઃ ટુરીઝમ અને કલ્ચરના કેન્દ્રિય રાજ્યમંત્રીએ રાણકી વાવની મુલાકાત લીધી

કચ્છ ખાતે યોજાનાર અખિલ ભારતીય પ્રવાસન મંત્રી પરિષદમાં ઉપસ્થિત રહેનાર ટુરીઝમ અને કલ્ચર વિભાગના કેન્દ્રિય રાજ્યમંત્રી પ્રહલાદસિંઘ પટેલ મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિરની મુલાકાત બાદ આજે પાટણ ખાતે રાણકી વાવની સહપરીવાર મુલાકાતે આવ્યા હતા. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણકી વાવની સ્થાપત્ય કળા અને બેનમૂન શિલ્પ કારીગરી જોઈ કેન્દ્રીય મંત્રીશ્રી અભિભૂત થયા હતા. મંત્રીએ વાવના સંવર્ધન અને સંરક્ષણની ઉત્કૃષ્ટ કામગીરી માટે ભારતીય પુરાતત્વ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. રાણીકી વાવની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રીએ વાવના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.