પાટણ@યુનિવર્સિટી: કુલપતિ અનિલ નાયક ભષ્ટ્રાચારના સમર્થક, આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા પાટણ સ્થિત યુનિવર્સિટીના એક પછી એક કુલપતિ આક્ષેપોમાં આવી રહ્યા છે. યુનિવર્સિટી બચાવો સમિતિના નેજા હેઠળ ગંભીર સવાલો સાથે રજૂઆત થઈ છે. વીસી અનિલ નાયક ભષ્ટ્રાચારના સમર્થક હોવાનો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. રજૂઆતને પગલે ફરી એકવાર જૂની બાબતો સામે આવી છે.સોમવારે બપોરે યુનિવર્સિટી બચાવો સમિતિના કાર્યકરો રજૂઆત કરવા વાઇસ ચાન્સેલર
 
પાટણ@યુનિવર્સિટી: કુલપતિ અનિલ નાયક ભષ્ટ્રાચારના સમર્થક, આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા

પાટણ સ્થિત યુનિવર્સિટીના એક પછી એક કુલપતિ આક્ષેપોમાં આવી રહ્યા છે. યુનિવર્સિટી બચાવો સમિતિના નેજા હેઠળ ગંભીર સવાલો સાથે રજૂઆત થઈ છે. વીસી અનિલ નાયક ભષ્ટ્રાચારના સમર્થક હોવાનો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. રજૂઆતને પગલે ફરી એકવાર જૂની બાબતો સામે આવી છે.પાટણ@યુનિવર્સિટી: કુલપતિ અનિલ નાયક ભષ્ટ્રાચારના સમર્થક, આક્ષેપસોમવારે બપોરે યુનિવર્સિટી બચાવો સમિતિના કાર્યકરો રજૂઆત કરવા વાઇસ ચાન્સેલર અનિલ નાયક સમક્ષ દોડી આવ્યા હતા. જ્યાં અગાઉની રજૂઆતો મુદ્દે નકારાત્મક વલણ રાખવામાં આવ્યું હોઇ ઈનચાર્જ કુલપતિ પણ ભષ્ટ્રાચારના સમર્થક હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

રજૂઆતમા મહત્વના આક્ષેપો 

1, અનિલ નાયક ઈનચાર્જ કુલપતિ તરીકે આવ્યા બાદ પી.એચડીમા ભ્રષ્ટાચાર વધ્યો

2, ઉત્તરવહી ખરીદીમાં ભ્રષ્ટાચાર વધ્યો

3, બી.એડના ઓફલાઇન એડમિશનમા મોટો ભ્રષ્ટાચાર

4, કેટલાક કામો ટેન્ડરમા ન હોવા છતાં એક્સ્ટ્રા આઇટમ તરીકે એસ ઓ આરના ભાવે કરી ભ્રષ્ટાચાર કર્યો

5, પ્રો. મહેન્દ્ર પ્રજાપતિએ ભરતીમાં ઓબીસીનો લાભ લીધો પરંતુ સર્ટીફીકેટ રજુ ના કર્યું કેમ ?

6, કારોબારી સભ્યના પપેટ કેમ બની ગયા છો તેવા સવાલોપાટણ@યુનિવર્સિટી: કુલપતિ અનિલ નાયક ભષ્ટ્રાચારના સમર્થક, આક્ષેપરજૂઆત કરનાર અંગ્રેજીમાં યુનિવર્સિટીનુ આખું નામ લખી બતાવે

કેટલાક આક્ષેપ કારોબારી સમિતિના સભ્ય શૈલેષ પટેલ ઉપર હોવાથી મામલો રાજકીય બની રહ્યો છે. શૈલેષ પટેલે રજૂઆત કરનારની લાયકાત ઉપર ચેલેન્જ કરી દીધી છે. અંગ્રેજીમાં યુનિવર્સિટીનુ આખું નામ લખી બતાવો તેવો પડકાર આપ્યો છે. જ્યારે ગ્રેજ્યુએટ પણ નથી અને યુનિવર્સિટી કેવી રીતે બચાવવા નિકળ્યા તેવો ગંભીર સવાલ કરતા મામલો નવો રંગ પકડે તો નવાઈ નહી.