આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

વારાહીમાં બ્રહ્મ સમાજના પરિવારોને અસામાજીક તત્વોની હેરાનગતિ પાછળ રાજકીય દાવપેચની ગંદી રમત છૂપાયેલી છે. અગાઉના ઝઘડા દરમિયાન રાજકીય ઈશારાઓની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. બ્રહ્મ સમાજના પરિવારોએ ગ્રામ પંચાયતની ચુંટણીમાં મુસ્લીમ ઉમેદવારોને મદદ કર્યા બાદ અચાનક વાતાવરણ બગડ્યું છે. હકીકતે એક જ વિચારધારાની રાજકીય મહત્વાકાંક્ષાનો ભોગ પીડિત પરિવારો બન્યા છે.

વારાહી ગામમાં છેલ્લા એક-દોઢ વર્ષ અગાઉનું વાતાવરણ જુઓ તો બ્રાહ્મણ સમુદાયઅને મુસ્લીમ સમુદાયને ઝઘડા, મારામારી, ફરિયાદના દિવસો જોવા મળ્યા નથી. આ સાથે હાલના પીડિત પરિવારે અગાઉ ગ્રામપંચાયતની ચુંટણીમાં મુસ્લીમ ઉમેદવારને જીતાડવા તનતોડ મહેનત પણ કરી હતી. હકીકતે એક જ પાર્ટીની વિચારધારા ધરાવતા એક દિગ્ગજ નેતા અને અન્ય એક સ્થાનિક સંત વચ્ચે ઠંડુ યુદ્ધ છેલ્લા 4-5 વર્ષથી ચાલુ છે.

આ દરમિયાન રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય દાવપેચ ખેલાયો. જ્યાં સ્થાનીક ઈસમો મારફત બ્રહ્મ સમાજના સહિતના હિન્દુ અગ્રણીઓની રેલીમાં ભાગદોડ કરાવવા હૂમલો કરાવવામાં આવ્યો હતો. આ બાદ બ્રહ્મ સમાજના પરિવારોએ પોલીસ ફરિયાદ કરી હતી. આ પછી તબક્કાવાર બ્રહ્મ સમાજના પરિવારો અને મુસ્લીમ પરિવારો વચ્ચે સંંબંધોમાં કડવાશ વધતી ગઈ. જેમાં આરોપીઓએ અગાઉની ફરિયાદથી થનારી સજાથી બચવા વાટાઘાટોનો પ્રયાસ કર્યો હતો. જોકે, પીડિત પરિવારોએ ન્યાય મેળવવા સિવાય કંઈ યોગ્ય સમજ્યું નહી. જેની આડમાં અકળાયેલાઓને ફરીએકવાર રાજકીય ઈશારો મળતા બ્રહ્મ સમાજના યુવકો ઉપર હૂમલો કરાવવામાં આવ્યો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પીડિત પરિવારોને ખ્યાલ છે કે પંથકમાં વાતાવરણ કેમ અને કોના દ્વારા બગાડવામાં આવી રહ્યું છે. જોકે કેટલાક ગેરમાર્ગે કેમ દોરાઈ ગયા તેને લઈ પીડિત પરિવાર લાલઘૂમ છે.

ઉલ્લેખનીય છે કે, એક જ ધર્મના બે વ્યક્તિત્વની લડાઈથી છેડાયેલા જંગમાં વિના વાંકે બ્રહ્મ સમાજના પરિવારો પરેશાનીનો ભોગ બન્યા છે.

ઘટનાથી પંથકમાં રાજકીય ગરમા-ગરમી

કોમી એખલાસનું વાતાવરણ બગડતા સ્થાનીક ભાજપ અગ્રણીઓ આક્ષેપ કરી રહ્યા છે કે રાધનપુર વિધાનસભાની બેઠક કોંગ્રેસે જીત્યા બાદ અસામાજીક તત્વો માથું ઉંચકી રહ્યા છે. આ બાબત વારાહીની ઘટના પાછળ છૂપાયેલા રાજકીય દાવપેચને સમર્થન આપી રહી છે. જ્યારે આ તરફ કોંગ્રેસ અગ્રણીઓ લોકસભા ચુંટણી આવતી હોવાથી પંથકમાં ધાર્મિક ભાવના ભડકાવવાની મેલીમૂરાદને જવાબદાર ઠેરવી રહ્યા છે.

 

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code