પાટણ: વાગદોડ ટ્રાફિક પોલીસથી વાહન ચાલકો ત્રાહિમામ

અટલ સમાચાર, પાટણ ટ્રાફિકની સમસ્યા પાટણમાં માથાનો દુખાવો બની રહી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ જીલ્લા વાગદોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનચાલકો કાયદેસર રીતે નિયમોનું પાલન કરીને પણ જો પસાર થાય તો કેટલાક પોલીસકર્મીઓ યેનકેન રીતે મેમો આપીને હેરાન કરતા હોવાની ફરીયાદો વાહનચાલકોમાં ઉઠવા પામી છે. વાહનચાલકોમાં ફરીયાદ ઉઠી છે કે, પાટણના વાગદોડ પોલીસ સ્ટેશનના
 

અટલ સમાચાર, પાટણ

ટ્રાફિકની સમસ્યા પાટણમાં માથાનો દુખાવો બની રહી છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ જીલ્લા વાગદોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનચાલકો કાયદેસર રીતે નિયમોનું પાલન કરીને પણ જો પસાર થાય તો કેટલાક પોલીસકર્મીઓ યેનકેન રીતે મેમો આપીને હેરાન કરતા હોવાની ફરીયાદો વાહનચાલકોમાં ઉઠવા પામી છે.

વાહનચાલકોમાં ફરીયાદ ઉઠી છે કે, પાટણના વાગદોડ પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસકર્મીઓ જીલ્લા પોલીસનું નામ બદનામ કરી રહયા છે. મહત્વનું છે કે, વાહનચાલકો કાયદેસર રીતે વાગદોડ પોલીસ સ્ટેશનથી પસાર થાય તો તેમને કોઇને કોઇ રીતે મેમો આપી દેવાય છે. વાહનચાલકો એવું જણાવી રહયા છે કે, અમો ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ છીએ તેથી તેમના અમુક મસમોટા હપ્તા બંધ થઇ ગયા હોવાથી તે અમોને યેન-કેન રીતે મેમા આપે છે. તો વળી અમુક વખતે મુસાફરો સાથે ગેરવર્તણુંક પણ કરતા હોય છે. અને જો આ બાબતે તેમને કોઇ કશું પુછે તો તેઓ જીલ્લા પોલીસ વડાનું નામ આપી કહે છે કે અમોને પુરી છૂટ આપી છે. અમારૂ કોઇ કશું બગાડી શકે તેમ નથી.

વાહનચાલકોની માંગ ઉઠી છે કે , આ બાબતે જીલ્લા પોલીસ વડા કે જેઓ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લેડી દબંગ તરીકે ઓળખાય છે. તેમના જ હાથ નીચેના પોલીસ કર્મીઓ ચાલકોને રંજાડતા હોઇ યોગ્ય કાર્યવાહી કરે. જેથી જીલ્લા પોલીસને બદનામ કરતા આવા ખાખીધારીઓ સામે લાલ આંખ કરવી જરૂરી બની જાય છે.