પાટણ આર્ટ્સ કોલેજના સ્પર્ધકો વિજેતા

અટલ સમાચાર, પાટણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે યુવા પ્રતિભા ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા થયા હતા. જેમાં સુગમ સંગીતમાં મોહનીશ નાયક પ્રથમ અને રીંકલ મકવાણા બીજા ક્રમે, નૃત્યમાં અને વકૃત્વ સ્પર્ધામાં શ્વેતાબા રાજપુત પ્રથમ ક્રમે, ડિબેટમાં રીંકલ મકવાણા અને
 
પાટણ આર્ટ્સ કોલેજના સ્પર્ધકો વિજેતા

અટલ સમાચાર, પાટણ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે યુવા પ્રતિભા ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા થયા હતા. જેમાં સુગમ સંગીતમાં મોહનીશ નાયક પ્રથમ અને રીંકલ મકવાણા બીજા ક્રમે, નૃત્યમાં અને વકૃત્વ સ્પર્ધામાં શ્વેતાબા રાજપુત પ્રથમ ક્રમે, ડિબેટમાં રીંકલ મકવાણા અને શ્વેતાબા રાજપુત બીજા ક્રમે, ચિત્ર સ્પર્ધામાં ભેરુભાઈ પથુભાઈ ઠાકોર પ્રથમ ક્રમે, રંગોળી સ્પર્ધામાં નરેશજી ઠાકોર પ્રથમ ક્રમે અને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં તેઓ બીજા ક્રમે ઉત્તીર્ણ થયા હતા. તમામ વિજેતાઓને પ્રિન્સિપાલ લલીતભાઈ પટેલે બિરદાવ્યા હતા.