પાટણઃ વિદેશી યુવતિઓથી ચાલતા કુટણખાનામાં 4,38,000ના મુદ્દામાલ સાથે 6 ઈસમો ઝબ્બે

અટલ સમાચાર, પાટણ પાટણ શહેરમાં સ્પા સમાજ સેન્ટરના ઓથા હેઠળ ચાલતુ કુટણખાના પર પોલીસે રેડ કરી હતી. જેમાં વિદેશી યુવતિઓને રાખી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. કુટણખાના સાથે સંકળાયેલા તમામ વિરુદ્ધ નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક શોભા ભુતડાની સુચના મુજબ પાટણ શહેરમાં ચોરીછુપીથી ખાનગી રાહે ચાલતી દેહવિક્રયની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા
 
પાટણઃ વિદેશી યુવતિઓથી ચાલતા કુટણખાનામાં 4,38,000ના મુદ્દામાલ સાથે 6 ઈસમો ઝબ્બે

અટલ સમાચાર, પાટણ

પાટણ શહેરમાં સ્પા સમાજ સેન્ટરના ઓથા હેઠળ ચાલતુ કુટણખાના પર પોલીસે રેડ કરી હતી. જેમાં વિદેશી યુવતિઓને રાખી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. કુટણખાના સાથે સંકળાયેલા તમામ વિરુદ્ધ નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ અધિક્ષક શોભા ભુતડાની સુચના મુજબ પાટણ શહેરમાં ચોરીછુપીથી ખાનગી રાહે ચાલતી દેહવિક્રયની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સુચના આપી હતી. જેથી પાટણ સીટી એડીવીઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એલ.પી.બોડાણા તથા હેડ કોન્સ્ટેબલ મનોજનાઓને મળેલ બાતમી હકીકત આધારે ડી.એચ.ઝાલા પોલીસ ઈન્સ્પેક્ટર એસઓજી પાટણ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.બી.બુબડીયા તથા મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.એમ.રબારી સહિતનો પોલીસ સ્ટાફે રેડ કરી હતી.

આ રેઈડમાં પાટણ સુદામા કાઠીયાવાડી ત્રણ રસ્તા પાસે આવેલ શુભમ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલ સ્પા ઝોન સેન્ટરમાં બહારથી વિદેશી છોકરીઓ લાવી તેઓને નાણાકીય પ્રલોભન આપી સ્પા મસાજ સેન્ટર ચાલતું હતું. અને કેટલાક લોકો આર્થિક લાભ સારૂ દેહવિક્રયની અનૈતિક પ્રવૃત્તિ ચલાવતા હોવાની જાણ મળી હતી. જેથી 6 લોકો તેમજ વિદેશી યુવતિઓ સાથે કુલ રૂ.4,38,000નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે. જેઓની વિરુદ્ધ ધી ઈમોરલ ટ્રાફીક પ્રિવેશન મુજબ પાટણ સીટી એડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઝડપાયેલ વ્યક્તિઓઃ

(1) પટેલ પ્રગ્નેશભાઈ પ્રવિણચંદ્ર રહે.એ-24, પ્રાર્થના વિહાર સોસાયટી, અંબાજી નેળીયુ-પાટણ
(2) ભરતભાઈ બાબરભાઈ દેસાઈ રહે.બાસણા, તા.જિ.મહેસાણા
(3) શાહ ચિંતન રમેશચંદ્ર રહે.26 મહાદેવ બંગલોઝ વિકાસનગર પાટીયા, નાગલપુર-મહેસાણા
(4) પટેલ જૈતિન બીપીનભાઈ રહે.જોગીવાડો-પાટણ
(5) રાવળ અશોકભાઈ ગોવિંદભાઈ રહે.દેલોલી, તા.જિ.મહેસાણા
(6) મોદી લલીતકુમાર મુળચંદદાસ રહે.લાખુખાડ-પાટણ