આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાટણ જિલ્લામાં તા. ૧-૮-ર૦૧૯ થી તા. ૧૪-૮-ર૦૧૯ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે.

સુરક્ષા સેતુ, અભયમ્ ૧૮૧ હેલ્પલાઈન, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી વિવિધ સેવાઓ અને યોજનાઓ થકી રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને સુરક્ષા, સ્વાવલંબન અને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવે છે. મહિલાઓનું સમાજનિર્માણ અને રાજ્યના વિકાસમાં યોગદાન મહત્વનું છે ત્યારે સરકાર આગામી ઓગષ્ટ મહિનામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે.

પાટણ જિલ્લા વહિવટી તંત્રના પોલીસ વિભાગ, નગરપાલિકા, પંચાયત વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, સંકલીત બાળ વિકાસ યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જેવા વિવિધ વિભાગો દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે.

જે અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, પંચાયતી રાજની મહિલા સભ્યો, અભયમ ૧૮૧ મહિલા ન કાઉન્સિલર, સ્વૈચ્છીક સંસ્થાના મહિલા પ્રતિનિધિઓ, સ્થાનિક સરકારી તંત્ર સહયોગી બનશે. આ કાર્યક્રમ જિલ્લા/તાલુકાના કોમ્યુનિટી હોલ, ઔદ્યોગિક એકમ, વિવિધ સરકારી કચેરી, શૈક્ષણિક સંકુલો, મહિલા સુરક્ષા સાથે સંકળાયેલી સંસ્થાઓ જેવા સ્થળોએ યોજવામાં આવશે.

મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીની થીમ

તારીખવિષય
૧-૮-૨૦૧૯મહિલા સુરક્ષા દિવસ
૨-૮-૨૦૧૯બેટી બચાઓ બેટી પઢાઓ
3-૮-૨૦૧૯મહિલા સ્વાવલંબન દિવસ
૪-૮-૨૦૧૯મહિલા નેતૃત્વ દિવસ
૫-૮-૨૦૧૯મહિલા આરોગ્ય દિવસ
૬-૮-૨૦૧૯મહિલા કૃષિ દિવસ
૭-૮-૨૦૧૯મહિલા શિક્ષણ દિવસ
૮-૮-૨૦૧૯મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ
૯-૮-૨૦૧૯મહિલા કલ્યાણ દિવસ
૧૦-૮-૨૦૧૯મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ
૧૧-૮-૨૦૧૯મહિલા કર્મયોગી દિવસ
૧૨-૮-૨૦૧૯મહિલા કાનૂની જાગૃતિ દિવસ
૧૩-૮-૨૦૧૯શ્રમજીવી મહિલા દિવસ
૧૪-૮-૨૦૧૯મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસ
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code