પાટણઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને નારી સંમેલન યોજાયું

અટલ સમાચાર, પાટણ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા રાધનપુર અને વારાહી ખાતે નારી સંમેલનયોજવામાં આવ્યું હતું. રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ પ્રેરકભાઇ પટેલ તથા સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીવી.એમ. પ્રજાપતિનીઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ પ્રેરકભાઇ પટેલે પ્રાસંગિક ઉદૃબોધન કરતાં જણાવ્યું હતું કે,
 
પાટણઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને નારી સંમેલન યોજાયું

અટલ સમાચાર, પાટણ

8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા રાધનપુર અને વારાહી ખાતે નારી સંમેલનયોજવામાં આવ્યું હતું. રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ પ્રેરકભાઇ પટેલ તથા સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીવી.એમ. પ્રજાપતિનીઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. રાજ્ય મહિલા આયોગના ઉપસચિવ પ્રેરકભાઇ પટેલે પ્રાસંગિક ઉદૃબોધન કરતાં જણાવ્યું હતું કે, જયાં નારીનું સન્માન છે, ત્યાં પ્રગતિ છે. વૈદિકકાળથી ભારતમાં નારીનું મહત્વ સ્વીકારાયું છે. આ ઉપરાંત સરકારની યોજનાઓની માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારની અલગ-અલગ યોજનાઓ દ્વારા મહિલાઓના ઉત્થાન અને ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે.

વારાહી ખાતે સાંતલપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી વી.એમ.પ્રજાપતિએ મહિલાઓનો ઉત્સાહ વધારતાં કહ્યું કે, મહિલા સશક્તિકરણ પશ્ચિમનો વિચાર છે. ભારતમાં 365 દિવસ મહિલાઓના છે. સફળ મહિલાઓના ઉદાહરણ રજૂ કરતાં જણાવ્યું કે, સશક્તિકરણની શરૂઆત મહિલાઓએ પોતાનાથી કરવાની છે.પાટણઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને નારી સંમેલન યોજાયું

પુરુષોને દોષ આપવાનું બંધ કરી સંગઠિત થવા અપીલ કરી હતી. મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેને પ્રાસંગિક ઉદૃબોધન કરતાં જણાવ્યું કે, ગ્રામ્ય કક્ષા સુધી યોજનાઓની માહિતી પહોંચે અને મહિલાઓનો વિકાસ થાય તે માટે આવા કાર્યક્રમોનું આયોજન આવકાર્ય છે. સંગઠનના શંભુભાઇ ગઢવીએ પંચાયતી માળખા તથા નોકરીઓમાં મહિલાઓનું યોગદાન વધે તે માટે મહિલા અનામત દ્વારા મહિલાઓના થઇ રહેલા વિકાસ માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

કાર્યક્રમમાં નારી અદાલતના જિલ્લા કો-ઓર્ડીનેટર રક્ષાબેન ચૌધરી, 181 અભયમના કાઉન્સીલર કામિનીબેન, મેડીકલ ઓફિસર ર્ડા. પ્રદ્યુમનસિંહ ઝાલા, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરના કાઉન્સીલર ભાવેશભાઇ પરમારે મહિલાઓ માટેની રાજ્ય સરકારની યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી રાજય સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. કાર્યક્રમની વ્યવસ્થા તથા સંચાલન સીડીપીઓ ઉર્મિલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણભાઈ ઠક્કર, માર્કેટયાર્ડ, વારાહીના ચેરમેન હરીસિંહ વાઘેલા, સંગઠનના પ્રકાશભાઈ, અન્ય અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.