આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પ્રાકૃતિક ખેતી દ્વારા કૃષિ પર થતા ખર્ચમાં ઘટાડો કરી ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર માર્ગદર્શન માટે રાજ્યકક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.5 ડીસેમ્બરથી તા.11 ડીસેમ્બર દરમ્યાન શંખેશ્વર તાલુકાના સંસ્કાર વિલા ખાતે પાટણનો જિલ્લા કક્ષાનો પ્રાકૃતિક ખેતી વિષય પર વર્કશોપ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. કૃષિ આધારીત ખર્ચમાં ઘટાડો કરી શકાય તે માટે રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરી સેન્દ્રિય ખાતર, પશુપાલનની આડપેદાશો તથા કુદરતી સંસાધનોના ઉપયોગને ઉત્તેજન આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

પાટણ જિલ્લાના શંખેશ્વરના સંસ્કાર વિલા ખાતે આગામી 5 ડીસેમ્બરથી 11 ડીસેમ્બર સુધી યોજાનાર પ્રાકૃતિક ખેતી વિષય પરના વર્કશોપમાં જિલ્લાના 650 જેટલા ખેડૂત તાલીમાર્થીઓને સાત દિવસીય ઑનલાઈન તાલીમ આપી માસ્ટર ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવશે. આમ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર પ્રગતિશિલ ખેડૂતો થકી ભવિષ્યમાં જિલ્લાના અન્ય ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેનો વ્યાપ વધે તથા ખેડુતોની જીવનશૈલીમાં ઉતરોત્તર પ્રગતિ થાય તે માટે જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક ખેતી વિષય પર માર્ગદર્શન માટે રાજ્યપાલના અધ્યક્ષસ્થાને ખેડા જિલ્લાના સ્વામિનારાયણ મંદિર, વડતાલ ખાતે રાજ્યકક્ષાનો પ્રાકૃતિક ખેતી વર્કશોપ યોજાશે. જેમાં પ્રાકૃતિક ખેતીના પ્રણેતા અને પદ્મશ્રી સુભાષ પાલેકર રાજ્યભરમાંથી ઉપસ્થિત ખેડુતોને માર્ગદર્શન આપશે. પાટણ જીલ્લાના તમામ તાલુકાઓમાંથી પસંદ થયેલા પ્રગતિશીલ ખેડુતો આ તાલીમમાં ભાગ લેશે અને તેઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવશે. આ કાર્યક્રમનું લાઇવ વિડિયો પ્રસારણ થનાર છે.

25 May 2020, 8:57 AM (GMT)

COVID-19 Global Stats

5,515,988 Total Cases
346,898 Death Cases
2,309,878 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code