પતંજલિ@દવાઃ બાબા રામદેવએ કોરોનાની આયુર્વેદિક દવા લોન્ચ કરી, કેવી રીતે બની જાણો

અટલ સમાચાર. ડેસ્ક કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે યોગ અને પ્રાણાયામ કરવાથી રોગ પ્રતિકારક શક્તિને લઇ કોરોના વાયરસને ચેપ ન લાગતો હોવાનું મનાઇ રહ્યુ છે. બાબા રામદેવ યોગગુરુ છે. તેમણે યોગ અને પ્રાણાયામ કરવા જોઇએ તેમ શિબિરો યોજી કહેતા હોય છે. ત્યારે આ વખતે રામદેવ બાબાએ કોરોનાને હરાવવા એક ડગલુ આગળ વધ્યા
 
પતંજલિ@દવાઃ બાબા રામદેવએ કોરોનાની આયુર્વેદિક દવા લોન્ચ કરી, કેવી રીતે બની જાણો

અટલ સમાચાર. ડેસ્ક

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે યોગ અને પ્રાણાયામ કરવાથી રોગ પ્રતિકારક શક્તિને લઇ કોરોના વાયરસને ચેપ ન લાગતો હોવાનું મનાઇ રહ્યુ છે. બાબા રામદેવ યોગગુરુ છે. તેમણે યોગ અને પ્રાણાયામ કરવા જોઇએ તેમ શિબિરો યોજી કહેતા હોય છે. ત્યારે આ વખતે રામદેવ બાબાએ કોરોનાને હરાવવા એક ડગલુ આગળ વધ્યા છે અને તેમની સંસ્થા પતાંજલિએ કોરોનાની દવા લોન્ચ કરી છે. આજે બાબા રામદેવ સાથે બાલકૃષ્ણ પણ દવા લોન્ચ કરાઇ ત્યારે હાજર રહ્યા હતા. પતંજલિએ લોંચ કરેલી કોરોનાની આર્યુવેદિક દવા દિવ્ય કોરોનિલ ટેબ્લેટ નામ અપાયુ છે.
કોરોના વાયરસને પછડાટ આપવા આ પહેલી આર્યુવેદિક દવા બનાવવામાં આવી છે. જે ક્લીનીકલી કંટ્રોલ્ડ ટ્રાયલ બેઝ્ડ, એવિડેન્સ રિસર્ચ બેઝ્ડ મેડિસિન પતંજલી રિસર્ચ સેન્ટર અને નીમ્સના સંયુક્તથી તૈયાર થઈ ગઈ છે.પતંજલિ યોગપીઠ ફેઝ-2માં આ દવા લોંચ કરવામાં આવી છે. બાબા રામદેવે જણાવ્યું હતું કે,કોરોનાની પહેલી આર્યુવેદિક દવા બનાવવામાં આવી છે. જે ક્લીનીકલી કંટ્રોલ્ડ ટ્રાયલ બેઝ્ડ, એવિડેન્સ રિસર્ચ બેઝ્ડ મેડિસિન પતંજલી રિસર્ચ સેન્ટર અને નીમ્સના સંયુક્તથી તૈયાર થઈ ગઈ છે.અમે બે ટ્રાયલ કર્યા .. આ સ્ટડીમાં 280 દર્દીઓ હતા. જેમાં 100 ટકા દર્દીઓની રિકવરી થઈ. બીજો તબક્કો હતો ક્લીનીકલ કંટ્રોલ ટ્રાયલ. જેના માટે પતંજલિ રિસર્ચ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(નીમ્સ)ના સંયુક્ત પ્રયાસથી આ સંભવ થયું છે.

બાબા રામદેવે કહ્યું કે આજે એલોપૈથિક સિસ્ટમ મેડિસનને લીડ કરી રહ્યા છે. અમે કોરોનિલ બનાવી છે. જેમાં અમે ક્લિનિકલ કંટ્રોલ સ્ટડી કરી 100 લોકો પર આનો ટેસ્ટ કર્યો છે. 3 દિવસની અંદર 69 ટકા દર્દી પોઝિટિવથી નેગેટિવ થયા છે.આ દવાથી 7 દિવસમાં 100 ટકા દર્દીઓ સાજા થયા છે.

પ્રેસ કોન્ફરન્સમાં યોગગુરુ રામદેવે કહ્યું કે આ દવાને બનાવવામાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દવાનું નિર્માણ દિવ્ય ફાર્મેસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ હરિદ્વાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં મુલૈઠી- ઉકાળો સહિત કેટલીક અન્ય વસ્તુઓ સહિત ગિલોય, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દવા આગામી સાત દિવસોમાં પતંજલિના સ્ટોર પર ઉપલબ્ધ થશે. આ સિવાય સોમવારે એક એપનું લોન્ચિંગ કરવામાં આવશે. જેની મદદથી ઘરે આ દવા પહોંચાડવામાં આવશે.