અયોગ્ય@પાટડી: અઢી કરોડના ખર્ચે હાઇવે રિપેર કર્યો, ત્રણ મહિનામાં બિસ્માર

અટલ સમાચાર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર માર્ગ મકાન (રાજ્ય) દ્વારા પાટડી નજીકનો હાઇવે રિપેર કરવામાં આવ્યો હતો. અઢી કરોડના ખર્ચથી જૈનાબાદ થી ઝીંઝુવાડા સુધીનો માર્ગ રિસરફેસ કર્યો હતો. જોકે ગણતરીના દિવસોમાં માર્ગ બિસ્માર બન્યો હોવાનું સામે આવ્યું છે. માર્ગ પર અનેક જગ્યાએ કપચી ઉખડી જવાથી ફરી જર્જરિત સ્વરૂપમાં આવ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય માર્ગ મકાન, સુરેન્દ્રનગર સામે
 
અયોગ્ય@પાટડી: અઢી કરોડના ખર્ચે હાઇવે રિપેર કર્યો, ત્રણ મહિનામાં બિસ્માર

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર માર્ગ મકાન (રાજ્ય) દ્વારા પાટડી નજીકનો હાઇવે રિપેર કરવામાં આવ્યો હતો. અઢી કરોડના ખર્ચથી જૈનાબાદ થી ઝીંઝુવાડા સુધીનો માર્ગ રિસરફેસ કર્યો હતો. જોકે ગણતરીના દિવસોમાં માર્ગ બિસ્માર બન્યો હોવાનું સામે આવ્યું છે. માર્ગ પર અનેક જગ્યાએ કપચી ઉખડી જવાથી ફરી જર્જરિત સ્વરૂપમાં આવ્યો છે. આવી સ્થિતિમાં રાજ્ય માર્ગ મકાન, સુરેન્દ્રનગર સામે સવાલો ઉભા થયા છે.

અયોગ્ય@પાટડી: અઢી કરોડના ખર્ચે હાઇવે રિપેર કર્યો, ત્રણ મહિનામાં બિસ્માર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જૈનાબાદથી ઝીંઝુવાડાનો 25 કિલોમીટરનો હાઈવે અગાઉ ખરાબ થઈ ગયો હતો. આથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરેરાશ અઢી કરોડના ખર્ચથી નવા જેવો એટલે કે રિસરફેસ કરવામાં આવ્યો હતો. જેની કામગીરી ત્રણ મહિના પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે. જોકે સરેરાશ 100 દિવસમાં હાઇવે પર અનેક જગ્યાએ કપચી બહાર આવી ગઇ છે. આ સાથે માર્ગ ક્યાંક દબાઇ જવાથી ખાડા બન્યા છે. આના કારણે ત્રણ મહિનામાં જ ફરીથી માર્ગ રિપેર કરવાની નોબત આવી છે. જેનાથી રિસરફેસ કામગીરી કરનાર અને મોનિટર કરવાર સત્તાધીશો સામે સવાલો બન્યા છે.

સમગ્ર મામલે સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ (રાજ્ય)ના ઈજનેર રાઠોડે જણાવ્યું હતું કે, તપાસ કરાવી લેવી પડે છે. જ્યારે ડેપ્યુટી ઈજનેર પટેલે જણાવ્યું હતું કે, રિસરફેસ દરમ્યાન વરસાદની સિઝન હોઇ જર્જરીત બન્યો હશે. છતાં તપાસ કરાવતાં યોગ્ય લાગશે તો કોન્ટ્રાક્ટરને જરૂરી સુચના આપીશું. ઉલ્લેખનીય છે કે, અત્યંત ઝડપથી માર્ગ બિસ્માર થતાં સ્થાનિકો ગુણવત્તા સામે આશંકા વ્યક્ત કરી રહ્યા છે.