આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટડી

પાટડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કર્મચારી અને યુવતિ બંધ રૂમમાં હતા. આ દરમ્યાન અચાનક યુવતિના પરિજનોએ દરવાજો ખખડાવી અંદર પ્રવેશ લેતાં હડકંપ મચી ગયો હતો. નાના રૂમમાં કરેલી પથારી, પુસ્તકો વચ્ચે સોર્ટી પહેરેલી હાલતમાં યુવતિ અને નાઇટ સ્યુટમાં કોન્સ્ટેબલને જોઇ ગયા હતા. કંઈક અજુગતું બન્યું હોવાની આશંકા વચ્ચે યુવતિએ માત્ર વાતો કરતાં હોવાની દલીલ મૂકી હતી. તો આ તરફ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલની સ્થિતિ પકડાઇ ગયા જેવી બની હતી. યુવતિના પરિજનોએ લાફાવાળી કર્યા બાદ જાણે રેડ પડી હોય તેવી સ્થિતિ બતાવતો વિડીયો વાયરલ થયો હતો. આ દરમ્યાન અચાનક પોલીસ કોન્સ્ટેબલની બદલી પણ થઈ ગઈ હતી. સરેરાશ 15થી 16 મિનિટનો વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર ઘટનાક્રમ ખૂબ જ ચોંકાવનારો બન્યો છે.

 

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા રાઈટર ઈન્દુભાનો વિડીયો વાયરલ થતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. હકીકતે પાટડી પંથકની યુવતિ અને પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઈન્દુભા મોટા શહેરમાં એક રૂમમાં એકસાથે જોવા મળ્યા હતા. આ કોન્સ્ટેબલ યુવતિ સાથે રૂમમાં હોવાનું જાણી યુવતિના પરિજનોએ ગત રાત્રિ દરમ્યાન ત્યાં પહોંચી ગયા હતા. રૂમનો દરવાજો ખવડાવતા સોર્ટી અને ટી સર્ટ પહેરેલી હાલતમાં યુવતિ જોવા મળી તો પથારીમાં સૂતેલી હાલતમાં કોન્સ્ટેબલ ઈન્દુભા જોવા મળ્યા હતા. પોતાની પત્નીને પાટડીના પોલીસ કર્મચારી સાથે બંધ રૂમમાં જોઇ પતિ સહિતના પરિજનો ચોંક્યા હતા. અગાઉથી ખબર હોય તેમ રૂમમાં પ્રવેશ કર્યાથી માંડી બંનેની કડક પૂછપરછ સહિતનો વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો. બંધ રૂમમાં યુવતિ સાથે કેમ હતો તેને લઈ યુવતિના પરિજનોએ હેડ કોન્સ્ટેબલના ગામ, નામ સહિતનો પરિચય મેળવી લાફાવાળી કરી હતી. આ સાથે યુવતિના પતિએ સંબંધીને વિડીયો કોલ કરી જાણ કરી હતી.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં પાટડી પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ દરમ્યાન ગઈકાલે જ એસપીએ હેડ કોન્સ્ટેબલ ઈન્દુભાની બદલી કરી દીધી હતી. એક તરફ વિડીયો વાયરલ તો બીજી તરફ હેડ કોન્સ્ટેબલની સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે બદલી થઈ ગઈ છે. સમગ્ર ઘટનાક્રમને પગલે પાટડી પંથકમાં સામાજીક અને વહીવટી બાબતે હડકંપ મચી ગયો છે. યુવતિના પરિજનોએ અચાનક રેડ પાડી હોવાની સ્થિતિ બનતાં હેડ કોન્સ્ટેબલની હાલત સવાલો વચ્ચે આવી ગઈ છે.

 

કથિત વિડીયો આવતાં તુરંત બદલી અને તપાસ પણ- એસપી સુરેન્દ્રનગર

સમગ્ર મામલે સુરેન્દ્રનગર એસપીએ જણાવ્યું હતું કે, યુવતિ સાથે પાટડી પોલીસ સ્ટેશનના કર્મચારી ઈન્દુભા હોવા સહિતનો કથિત વિડીયો ગઈકાલે સામે આવ્યો હતો. જેથી તુરંત સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે બદલી કરી ડીવાયએસપીને તપાસ આપી છે. તપાસમાં જે કંઈ સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code