આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટડી

પાટડી તાલુકા પ્રત્યે રાજ્ય સરકારની નીતિ અને રીતિ બેદરકારી હોવાનું સામે આવ્યું છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારના માર્ગો છેલ્લા કેટલાય સમયથી અત્યંત જર્જરિત છે. ઝીંઝુવાડાથી જેનાબાદ અને આદરિયાણાથી વડગામના માર્ગ એટલા ખરાબ છે કે વાહનને પંચરની તૈયારી રાખવી પડે જ્યારે ચાલતા જતા પડી જવાનું જોખમ તો ખરું.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગ્રામજનોનો આક્ષેપ છે કે રાજ્ય સરકાર ઓરમાયુ વર્તન રાખે છે. તાલુકામાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપ આવતા તેની અસર દેખાય છે. તાલુકાના ઝીંઝુવાડા ગામથી જૈનાબાદ સુધીનો માર્ગ અત્યંત ખરાબ થઇ રહ્યો છે. આ સાથે આદરિયાણાથી વડગામનો માર્ગ પણ ખરાબ છે. રોજે રોજ અનેક વાહનો પસાર થાય છતાં માર્ગ મકાન પંચાયત કુંભકર્ણની નિંદ્રામાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અનેકવાર રજૂઆત બાદ બંને માર્ગોને રાજ્ય સરકારની મંજૂરી મળી પરંતુ એક વર્ષ સુધી રાહ જોવી પડે તેમ છે. આ તરફ આદરિયાણાથી ઝાડીયાણાનો માર્ગ પણ રાહદારી અને વાહન ચાલકો માટે જાણે કાંટા સમાન બન્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અપૂરતી જાગૃતિ અને જિલ્લામાં શિક્ષાપાત્ર અમલદારશાહીને કારણે પ્રાથમિક સુવિધાઓ માટે પણ નાગરિકોને ઝઝૂમવું પડે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code