મહેસાણામાં પટેલ સામે પટેલ, પાટણમાં ઠાકોર સામે ઠાકોર ચૂંટણી જંગમાં!

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા અને પાટણ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોમાં બે થી ત્રણ નામો વચ્ચે જોરદાર હરીફાઈ ચાલી રહી છે. જોકે એક વાત એવી છે કે પાટણમાં ઠાકોર સામે ઠાકોર જ્યારે મહેસાણામાં પટેલ વિરુદ્ધ પટેલ ચૂંટણી લડે તેમ છે. મહેસાણા માટે કોંગ્રેસમાં એ.જે.પટેલ અને જી.એમ.પટેલ સાથે અન્ય એક દાવેદારનુ નામ ચાલી રહ્યું છે.
 
મહેસાણામાં પટેલ સામે પટેલ, પાટણમાં ઠાકોર સામે ઠાકોર ચૂંટણી જંગમાં!

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા અને પાટણ બેઠક માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોમાં બે થી ત્રણ નામો વચ્ચે જોરદાર હરીફાઈ ચાલી રહી છે. જોકે એક વાત એવી છે કે પાટણમાં ઠાકોર સામે ઠાકોર જ્યારે મહેસાણામાં પટેલ વિરુદ્ધ પટેલ ચૂંટણી લડે તેમ છે.

મહેસાણા માટે કોંગ્રેસમાં એ.જે.પટેલ અને જી.એમ.પટેલ સાથે અન્ય એક દાવેદારનુ નામ ચાલી રહ્યું છે. જોકે જિલ્લામાં પાટીદારોના મત વધુ હોવાથી અને 84 સમાજ મોટો હોવાથી પ્રમુખ એવા એ.જે.પટેલ બાજી મારી શકે છે. જ્યારે ભાજપ પણ પાટીદાર ઉમેદવાર મેદાનમાં ઉતારશે. જેમાં જયશ્રીબેન પટેલ અને રજની પટેલ વચ્ચે હરીફાઈ છે.

પાટણ માટે કોંગ્રેસમાં જગદીશ ઠાકોર અને ચમનજી ઠાકોર પૈકી સંભવિત ઉમેદવાર જાહેર થઈ શકે છે. જ્યારે ભાજપમાં જુગલ ઠાકોર અને દિલીપ ઠાકોર એ બેમાંથી એક ચહેરો ઉતારવામાં આવી શકે છે.

સૌથી મહત્વની વાત એ છે કે મહેસાણા અને પાટણ લોકસભા માટે ભાજપ અને કોંગ્રેસ એકબીજાના ઉમેદવાર જાણવા તલપાપડ બન્યા છે. સામેની પાર્ટીનો ચહેરો જાણ્યા બાદ પોતાનો ઉમેદવાર જાહેર કરવાની રણનીતિ બનાવી છે.