પાટડી મામલદાર કચેરીના ઈન્સ્પેક્ટર સાંથણીના કેસમાં 4 લાખની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી મામલતદાર કચેરી છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચારનો સામાનાર્થી બની ગઈ છે. લાંચનુ પ્રમાણ હજારોને બદલે મોંઘવારીમાં લાખોમાં પહોંચ્યું છે. સાંથણીના કેસમાં વારસાઈમાં નામ દાખલ કરવા સર્કલ ઈન્સ્પેક્ટરે 4 લાખની માંગણી કરી હતી. આથી જાગૃત નાગરિકે એલસીબીનો સંપર્ક કરી તાલુકા હદથી બહાર રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા. પાટડી મામલતદાર કચેરીમાં દજુભાઈ
 
પાટડી મામલદાર કચેરીના ઈન્સ્પેક્ટર સાંથણીના કેસમાં 4 લાખની લાંચ લેતા ઝડપાયા

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી મામલતદાર કચેરી છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચારનો સામાનાર્થી બની ગઈ છે. લાંચનુ પ્રમાણ હજારોને બદલે મોંઘવારીમાં લાખોમાં પહોંચ્યું છે. સાંથણીના કેસમાં વારસાઈમાં નામ દાખલ કરવા સર્કલ ઈન્સ્પેક્ટરે 4 લાખની માંગણી કરી હતી. આથી જાગૃત નાગરિકે એલસીબીનો સંપર્ક કરી તાલુકા હદથી બહાર રકમ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.

પાટડી મામલતદાર કચેરીમાં દજુભાઈ જાદવ સર્કલ ઈન્સ્પેક્ટર તરીકે ફરજો બજાવી રહ્યા છે. આ દરમિયાન અરજદારે પિતાની સાંથણીની જમીનમાં નામ દાખલ કરવા અરજી કરી હતી. અરજીનો નિકાલ નહિ આવતા સર્કલ ઈન્સ્પેક્ટરના સંપર્કમાં આવ્યા હતા. સર્કલ દજુભાઈ જાદવે કામ કરી આપવાના અધધ… 4 લાખની માંગણી કરી હતી. જેથી અરજદારે એસીબીનો પાટડી નજીક સંપર્ક કર્યો હતો. જેથી છટકુ ગોઠવી માંડેલ ખાતે સર્કલના વચેટીયા અશોક જાદવે સ્વીકારી હતી. જે રકમ સર્કલ ઈન્સ્પેક્ટર હજુ જાદવને આપતા તેઓ ગણવા લાગ્યા હતા.

આ દરમિયાન અમદાવાદ એસીબી ટીમના કે.બી.ચુડાસમા અને વી.જે.જાડેજાએ લાંચીયા ઈન્સ્પેક્ટરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.