આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાટીદાર અનામત આંદોલનના કાર્યકરો લોકસભા ચૂંટણીને પગલે હરકતમાં આવ્યા છે. આંદોલનને કચડી નાંખ્યું હોવાની દલીલ સાથે પાસ કાર્યકરો અમિત શાહ વિરુદ્ધ પ્રચારમાં ઉતારવા જઈ રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ઘેર-ઘેર ફરી ભાજપ વિરુદ્ધ સૂચનો કરશે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કર્યા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતી આક્રમક વલણમાં આવી છે. અમદાવાદની સભાને વિખેરવા પાછળ અમિતશાહ હોવાના આક્ષેપ સાથે હવે બદલો લેવા પાસ આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. કોઈપણ સંજોગોમાં અમિત શાહને હરાવવા મતદારોને અપીલ કરવા તૈયારી કરી રહ્યા છે.

પાસ આગેવાન સુરેશ ઠાકરે અને સતીષ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતની પાસ ટીમ દ્વારા ગાંધીનગરમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવશે. જેમાં અમિત શાહને વોટ નહીં આપવા પાટીદાર સહિતના મતદારોના ઘેર જઇ અપીલ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં બેઠકોને અંતે પ્રચાર શરૂ થશે.

પાસ દ્વારા અમિત શાહ વિરોધી પ્રચાર થવાની વાત સામે આવતાં કોંગ્રેસનાં ઉમેદવાર સી.કે.ચાવડા ગેલમાં આવી ગયા છે. ચાવડાને કોંગ્રેસના વોટ સાથે આંદોલનને સમર્થન કરતાં વોટ મળવાની ગણતરીમાં જીતની આશા વધી ગઈ છે.

27 Oct 2020, 3:42 AM (GMT)

COVID-19 Global Stats

43,776,587 Total Cases
1,164,515 Death Cases
32,179,748 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code