ગાંધીનગર: ચૂંટણીમાં બદલો લેવા 2 લાખથી વધુ પાટીદારો બોલાવવામાં આવ્યા

અટલ સમાચાર, મહેસાણા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ 21મી એ ગાંધીનગરમાં ક્રાન્તિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં બદલો લેવાની ભાવનાથી સરેરાશ બે લાખથી વધુ પાટીદારો સભામાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અનામત આંદોલન દરમિયાન પાટીદારો ઉપર અત્યાચાર અને કેટલાંય યુવાનોનાં મોત મામલે ફરી એકવાર મંથન શરૂ કર્યું છે. અમદાવાદ નજીક સોલા
 
ગાંધીનગર: ચૂંટણીમાં બદલો લેવા 2 લાખથી વધુ પાટીદારો બોલાવવામાં આવ્યા

અટલ સમાચાર, મહેસાણા

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ 21મી એ ગાંધીનગરમાં ક્રાન્તિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા ચૂંટણીમાં બદલો લેવાની ભાવનાથી સરેરાશ બે લાખથી વધુ પાટીદારો સભામાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

અનામત આંદોલન દરમિયાન પાટીદારો ઉપર અત્યાચાર અને કેટલાંય યુવાનોનાં મોત મામલે ફરી એકવાર મંથન શરૂ કર્યું છે. અમદાવાદ નજીક સોલા ભાગવત કે અન્ય કોઈ સ્થળે બે લાખથી વધુ પાટીદારોની ક્રાંતિ સભા અને રેલીનું આયોજન થઇ રહ્યું છે. આ માટે વહીવટીતંત્રની મંજુરી નહિ મળે તો ખાનગી બેઠક બોલાવવામાં આવશે તેવું પાસ આગેવાનોએ જણાવ્યું હતું.ગાંધીનગર: ચૂંટણીમાં બદલો લેવા 2 લાખથી વધુ પાટીદારો બોલાવવામાં આવ્યાસુત્રોએ જણાવ્યું હતું કે, પાટીદારો સમાજ ઉપર અત્યાચાર મામલે ગાંધીનગર લોકસભા ચૂંટણીનાં ભાજપી ઉમેદવાર અમિત શાહને જવાબદાર માની રહ્યા છે. આથી સભામાં ચોક્કસ રણનીતિ બનાવી કોઈ પણ સંજોગોમાં અમિત શાહને હરાવવા નક્કી કરવામાં આવશે. આનાથી ગાંધીનગર કોંગ્રેસ ગેલમાં આવી ગઇ છે.