પાટીદારના સમૂહલગ્નોત્સવમાં આવકારદાયક સંદેશ: કરિયાવરમાં હેલમેટ અપાયા

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા ખાતે તાજેતરમાં યોજાયેલ પાટીદાર સમાજના સમુહલગ્નોત્સવમાં આયોજકો તરફથી દરેક વર-વધુને હેલ્મેટ આપી સમાજમાં આવકારદાયક ઉદાહરણ પુરૂ પાડયુ છે. સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં વર-વધૂને કરિયાવરમાં જીવન જરૂરિયાત અને ઘરવખરીની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ મહેસાણાના પાટીદાર સમાજના સમુહલગ્નોત્સવમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને આયોજકો ધ્વારા વર-વધૂને હેલમેટની ગિફ્ટ આપવામાં આવી હતી. સાથે દરેક વર-વધુને
 
પાટીદારના સમૂહલગ્નોત્સવમાં આવકારદાયક સંદેશ: કરિયાવરમાં હેલમેટ અપાયા

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા ખાતે તાજેતરમાં યોજાયેલ પાટીદાર સમાજના સમુહલગ્નોત્સવમાં આયોજકો તરફથી દરેક વર-વધુને હેલ્મેટ આપી સમાજમાં આવકારદાયક ઉદાહરણ પુરૂ પાડયુ છે. સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં વર-વધૂને કરિયાવરમાં જીવન જરૂરિયાત અને ઘરવખરીની વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ મહેસાણાના પાટીદાર સમાજના સમુહલગ્નોત્સવમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને આયોજકો ધ્વારા વર-વધૂને હેલમેટની ગિફ્ટ આપવામાં આવી હતી. સાથે દરેક વર-વધુને હેલમેટ હાથમાં આપીને ફેરા ફરાવવામાં આવ્યા હતા. કરિયાવરમાં જીવન જરૂરી વસ્તુ જેવી કે, વાસણ, કબાટ, ટીપોઈ જેવી વસ્તુઓ આપાય તો તે ઘર ચલાવવામાં મદદરૂપ થાય છે પરંતુ વાહન ચલાવતી વેળાએ વર-વધૂની સુરક્ષા થાય, તેવા હેતુથી અને લોકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતતા આવે તે માટે લગ્ન મંડપમાં જ વર-વધૂને હેલમેટની ભેટ આપવામાં આવી હતી.

આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા વર-વધુએ જણાવ્યું હતુ કે, સમૂહ લગ્નમાં કરિયાવર આપવાની સાથે અમને હેલમેટ આપવામાં આવ્યા છે, તે ખૂબ સરાહનીય કાર્ય છે. અમને ઘરવખરીની વસ્તુઓ આપવામાં આવતી હતી પરંતુ અમારા સમાજને અમારી ચિંતા છે, એટલા માટે વાહન ચલાવતા સમયે હેલમેટ પહેરવાના સંદેશા સાથે અમને જે હેલમેટની ભેટ મળી છે તેનાથી અમને બહુ ખુશી થઈ છે.