સાગથળામાં નિવૃત આર્મી કેપ્ટનનું વરઘોડું કાઢી સન્માન કરાયું
અટલ સમાચાર, ખેરાલુ ખેરાલુ તાલુકાના સાગથળા ગામના વીરજવાન જમ્મુકાશ્મીરના ગુલમોર રેજીમેન્ટમાંથી ઓડીનરી કેપ્ટનની પદવી સાથે નિવૃત થયેલા જવાન રવિવારે ગામમાં આવતાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી વાજતે ગાજતે ખુલ્લી જીપમાં વરઘોડો કાઢ્યો હતો. સાગથળાના ચૌધરી રમેશભાઈ રામજીભાઈ 1988માં દેશની સેવા કરવા આર્મીમાં જોડાયા હતા. તેઓએ મધ્યપ્રદેશ, પંજાબ, કાશ્મીર પોસ્ટ પર ફરજ બજાવી હતી. તેઓને ઓડીનરી
                                          Feb 4, 2019, 14:04 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, ખેરાલુ
ખેરાલુ તાલુકાના સાગથળા ગામના વીરજવાન જમ્મુકાશ્મીરના ગુલમોર રેજીમેન્ટમાંથી ઓડીનરી કેપ્ટનની પદવી સાથે નિવૃત થયેલા જવાન રવિવારે ગામમાં આવતાં ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરી વાજતે ગાજતે ખુલ્લી જીપમાં વરઘોડો કાઢ્યો હતો. સાગથળાના ચૌધરી રમેશભાઈ રામજીભાઈ 1988માં દેશની સેવા કરવા આર્મીમાં જોડાયા હતા. તેઓએ મધ્યપ્રદેશ, પંજાબ, કાશ્મીર પોસ્ટ પર ફરજ બજાવી હતી. તેઓને ઓડીનરી કેપ્ટનની પદવી મેળવી હતી. દેશ સેવા કર્યા બાદ 31 જાન્યુઆરીના રોજ નિવૃત્ત થતાં તેઓ પોતાના વતન સાગથળા ગામે પરત આવ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત કરવા આતુર ગ્રામજનોએ ખુલ્લી જીપમાં વાજતે ગાજતે વરઘોડો કાઢ્યો હતો. અને વીરજવાનનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. વતનની ધરતી પર પગ મુકતાં રમેશભાઈ ગદગદિત થઈ ગયા હતા.

