દેશપ્રેમ: પોતાના જ લગ્નમાં આ કારણે ન પહોંચ્યો ભારતીય સેનાનો જવાન

અટલ સમાચાર,ડેસ્ક હિમાચલનાં મંડી વિસ્તારમાં રહેતો સુનિલ ઈન્ડિયન આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવે છે. તેના ગુરુવારે લગ્ન હતાં. જોકે તે પોતાનાં જ લગ્નમાં પહોંચી શક્યો નહોતો. બન્ને પરિવારે લગ્નની તૈયારીઓ શરું કરી દીધી હતી. પરંતુ ભારતીય સેનાનાં એક જવાન બરફ વર્ષાનાં કારણે પોતાનાં લગ્નમાં નથી પહોંચી શક્યાં. આ વા જવાનો માટે દેશ સૌથી પહેલાં છે.
 
દેશપ્રેમ: પોતાના જ લગ્નમાં આ કારણે ન પહોંચ્યો ભારતીય સેનાનો જવાન

અટલ સમાચાર,ડેસ્ક

હિમાચલનાં મંડી વિસ્તારમાં રહેતો સુનિલ ઈન્ડિયન આર્મીમાં જવાન તરીકે ફરજ બજાવે છે. તેના ગુરુવારે લગ્ન હતાં. જોકે તે પોતાનાં જ લગ્નમાં પહોંચી શક્યો નહોતો. બન્ને પરિવારે લગ્નની તૈયારીઓ શરું કરી દીધી હતી. પરંતુ ભારતીય સેનાનાં એક જવાન બરફ વર્ષાનાં કારણે પોતાનાં લગ્નમાં નથી પહોંચી શક્યાં. આ વા જવાનો માટે દેશ સૌથી પહેલાં છે. જેને લઇ દુલ્હનનાં પરિવારજનોએ નવી તારીખ નક્કી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કાશ્મીર ઘાટીમાં ફરજ બજાવતા સુનિલના લગ્ન ગત ગુરૂવારે રાખવામાં આવ્યા હતા. બંનેના પરિવારજનો દ્રારા લગ્નની તડામાર તૈયારી કરવામાં આવી હતી. પરંતુ દેશપ્રેમને વરેલાં આ જવાન બરફવર્ષાના કારણે પોતાના લગ્નમાં પહોંચી શક્યા ન હતા. જોકે બાદમાં ભારતીય સેનાના ચિનાર કૉર્પ્સે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે, આ જવાનની રજાઓ 1 જાન્યુઆરીથી શરુ થઈ ગઈ હતી. જોકે ભારે બરફવર્ષાને કારણે તે જવાન લગ્નમાં પહોંચી શક્યો નહોતો.

દેશપ્રેમ: પોતાના જ લગ્નમાં આ કારણે ન પહોંચ્યો ભારતીય સેનાનો જવાન

નોંધનિય છે કે, કાશ્મીમાં બે અઠવાડિયાથી બરફવર્ષા અને હિમસ્ખલન થઈ રહ્યું છે. જેનાં કારણે તમામ રસ્તા બંધ છે. આ કારણસર જવાન સુનિલ બંદીપોરોમાં ફસાઈ ગયો હતો. સુનિલે ફોન કરી પરિવારજનોને કહ્યું હતું કે, ફ્લાઈટ ટેકઓફ નથી થઈ રહી જેનાં કારણે આવવું અશક્ય છે. બીજી તરફ દુલ્હનનાં કાકા સંજય કુમારે જણાવ્યું હતું ,કે લગ્નની તમામ તૈયારીઓ બન્ને પરિવારે કરી લીધી હતી. તમામ સંબંધીઓ આવી ચુક્યાં હતાં. પરંતુ તે દેશની રક્ષા કરી રહ્યો છે. અમને બધાને તેનાં પર ગર્વ છે. લગ્નની અમે બીજી તારીખ નક્કી કરી લીધી છે.