પેટ્રોલિંગ@ઊંઝા: ચેકપોસ્ટ પરથી દારૂ-બિયર ભરેલી કાર સાથે 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા ઊંઝા પોલીસની ટીમે બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. સ્થાનિક ચૂંટણી પહેલાં મહેસાણા એસપીની સુચનાથી સઘન પેટ્રોલિંગમાં રહેલ ઊંઝા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સિધ્ધપુર તરફથી એક કારમાં વિદેશી દારૂ ભરી આવનાર છે. જેને લઇ તાત્કાલિક પોલીસે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી બાતમીવાળી કાર
 
પેટ્રોલિંગ@ઊંઝા: ચેકપોસ્ટ પરથી દારૂ-બિયર ભરેલી કાર સાથે 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ઊંઝા

ઊંઝા પોલીસની ટીમે બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. સ્થાનિક ચૂંટણી પહેલાં મહેસાણા એસપીની સુચનાથી સઘન પેટ્રોલિંગમાં રહેલ ઊંઝા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સિધ્ધપુર તરફથી એક કારમાં વિદેશી દારૂ ભરી આવનાર છે. જેને લઇ તાત્કાલિક પોલીસે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી બાતમીવાળી કાર આવતાં તેને રોકી ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે કારમાંથી 1,75,300 વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે કુલ કિ.રૂ.3.25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી અભય ચુડાસમા અને મહેસાણા SP ડો.પાર્થરાજસિંહે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ છે. જે અનુસંધાને ઊંઝા પોલીસની ટીમ ગઇકાલે સાંજે બ્રાહ્મણવાડા પંથકમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. આ સાથે ચાલક મેમણ ઇમ્તીયાઝ અજીજભાઇ (અમદાવાદ-બહેરામપુરા)ની પુછપરછમાં તે આ દારૂ રાજસ્થાનથી ભરીને લાવ્યો હોવાનું ખુલ્યુ હતુ.

પેટ્રોલિંગ@ઊંઝા: ચેકપોસ્ટ પરથી દારૂ-બિયર ભરેલી કાર સાથે 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચૂંટણી પહેલાં મહેસાણા જીલ્લામાં ગઇકાલે સાંજે LCBએ મેવડ ટોલટેક્ષ અને ઊંઝા પોલીસે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ઊંઝા પોલીસે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-287 કિ.રૂ. 1,57,900 ,બિયરના ટીન નંગ-116, કિ.રૂ.17,400, કારની કિ.રૂ.1,50,000 અને મોબાઇલ કિ.રૂ.500 મળી કુલ કિ.રૂ.3,25,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂ ભરાવનાર સુનીલ દરજી અને અશોક પ્રજાપતિ સહિત કુલ 3 ઇસમ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઊંઝા પોલીસે બાતમી આધારે નાકાબંધી કરી દારૂ ઝડપ્યો

મહેસાણા SP ડો.પાર્થરાસિંહ ગોહિલે પ્રોહિબિશન લગત કડક સુચના આપતાં ઊંઝા PI જે.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. જેમાં PSI આર.કે.પાટીલ, કે.એમ.ચાવડા, ASI અરવિંદભાઇ, APC રાજેશભાઇ, અત્રી કનુભાઇ, ALR વિજયકુમાર, કિરણકુમાર, રોહીતકુમાર, APC ભગવાનભાઇ સહિતના સ્ટાફે બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે.

પેટ્રોલિંગ@ઊંઝા: ચેકપોસ્ટ પરથી દારૂ-બિયર ભરેલી કાર સાથે 3.25 લાખનો મુદ્દામાલ જપ્ત
જાહેરાત