પેટ્રોલિંગ@મહેસાણા: LCBએ મધરાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારને પકડી, 17.55 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોનાકાળમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી મહેસાણા થઇ અમદાવાદ જતી ઇનોવાને મધરાત્રે LCBની ટીમે ઝડપી પાડી છે. વિગતો મુજબ ગઇકાલે મધરાત્રે મહેસાણા LCBની ટીમ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે માનવ આશ્રમ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી કાર આવતાં રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર
 
પેટ્રોલિંગ@મહેસાણા: LCBએ મધરાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારને પકડી, 17.55 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોનાકાળમાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી મહેસાણા થઇ અમદાવાદ જતી ઇનોવાને મધરાત્રે LCBની ટીમે ઝડપી પાડી છે. વિગતો મુજબ ગઇકાલે મધરાત્રે મહેસાણા LCBની ટીમ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે માનવ આશ્રમ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જ્યાં બાતમીવાળી કાર આવતાં રોકવાનો ઇશારો કરતાં ચાલકે કાર રામપુરા ચોકડી બાજુ ભગાવી મુકી હતી. જેથી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી દેલા વસાહત પાસે કાર મુકી ભાગવા જતાં ઇસમને ઝડપી પાડ્યો હતો. આ સાથે કારને ક્રેન મારફતે ટોઇંગ કરી પોલીસ મથકે લાવી કારમાંથી 2.44 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ તરફ વિદેશી દારૂ અને કાર સહિત કુલ 17.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પેટ્રોલિંગ@મહેસાણા: LCBએ મધરાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારને પકડી, 17.55 લાખનો મુદ્દામાલ જપ્ત
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

મહેસાણાના બાહોશ SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI એ.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એ.કે.વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે, વિસનગરથી દારૂ ભરેલી ઇનોવા મહેસાણા માનવ આશ્રમ ચોકડી થઇ અમદાવાદ તરફ જનાર છે. જેથી તાત્કાલિક અસરથી LCBએ માનવઆશ્રમ ચોકડી પાસે વોચ ગોઠવી કાર આવતાં તેને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ચાલકે કારને માનવઆશ્રમ ચોકડી થઇ રામપુરા ચોકડી તરફ ભગાવી મુકી હતી. જેથી LCBએ પણ તાત્કાલિક સરકારી અને ખાનગી વાહનોમાં ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમ્યાન મધરાત્રે પોલીસે સરકારી અને ખાનગી વાહનોમાં બુટલેગરની કારને પકડવા પીછો કરતાં હાઇવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ રામપુરા ચોકડી તરફ દેલા વસાહત પાસે અયોધ્યા સોસાયટીના પાછળના ભાગે કારના બંને ટાયર માટીમાં ફસાઇ જતાં ઇસમ અંધારાનો લાભ લઇ ભાગી જવાની ફિરાકમાં હતો. જોકે LCBની ટીમે દોડીને ઇસમને દબોચી લઇ કાર પાસે લાવી તપાસ કરતાં અંદર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો હોવાનું ખુલ્યુ હતુ. આ તરફ કારની ચાવી પણ ખોવાઇ ગઇ હતી. જોકે LCB ASI નરેન્દ્રસિંહે ક્રેન બોલાવતાં કારને ટોઇંગ કરી A ડીવીઝન પોલીસ મથકે લઇ જવાઇ હતી.

પેટ્રોલિંગ@મહેસાણા: LCBએ મધરાત્રે ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારને પકડી, 17.55 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસ મથકે લાવી કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ અને બિયરની પેટીઓ મળી આવી હતી. પોલીસે ઇસમને પુછતાં તેને પોતાનું નામ જગદિશ ઉર્ફે જગો નાથાજી શંકરજી ઠાકોર (દેથળી ચાર રસ્તા, સિધ્ધપુર) હોવાનું જણાવ્યુ હતુ. જે બાદમાં દારૂ બાબતે પુછતાં વાઘેલા ગુલાબસિંહ (દાંતીવાડા)એ રાજસ્થાની ભરાવ્યો હોવાનું જણાવ્યું હતુ. જેથી LCBએ કારમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-36, છુટ્ટી બોટલો અને બિયરના ટીન નંગ-58 મળી કુલ બોટલો અને ટીન નંગ-946 કિ.રૂ.2,44,020નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે મોબાઇલ ફોન, રોકડ રકમ અને કારની કિ.રૂ.15,00,000 મળી કુલ કિ.રૂ.17,55,070નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ તરફ દારૂ લેવા આવનાર ઇસમ સહિત કુલ ત્રણ વ્યક્તિ સામે પ્રોહી એક્ટની કલમ 65(A)(E), 81, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરાવતાં સમગ્ર કેસની તપાસ PSI એ.કે.વાઘેલા ચલાવી રહ્યા છે.