આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

પેટીએમ ટૂંક સમયમાં જ નવી સેવા શરૂ કરી રહી છે. 2019-20ના નવા નાણાકીય વર્ષની શરુઆત સાથે, પેટીએમને મોટી મંજૂરી મળી ગઈ છે, ત્યારબાદ પેટીએમ યુઝર્સ હવે ઘરે બેઠા બેઠા પેટીએમ એપની મદદથી શેરબજારમાં રોકાણ કરી શકશે.

પેટીએમએ તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ સર્વિસની રજૂઆત કરી. આ સેવા દ્વારા, તમે પેટીમાથી મ્યુચ્યુઅલ ફંડમાં 100 રૂપિયાની એસઆઈપી કરી શકો છો. પેટીએમએ 24 મ્યુચ્યુઅલ ફંડ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડાણ કર્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં તમને વાર્ષિક વળતર 15% સુધી મળે છે. અહીં વળતર બજાર પર નિર્ભર કરે છે.

પેટીએમએ પેટીએમ મનીના બ્લોગ પર તેમની નવી સેવા વિશે માહિતી આપી અને સમજાવ્યું કે કંપનીને સેબી તરફથી સ્ટોક બ્રોકિંગ સેવાઓ માટે મંજૂરી મળી છે. પેટીએમને ન માત્ર સેબી પાસેથી સ્ટોક બ્રોકિંગને મંજૂરી મળી છે, પરંતુ સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ સાથે મેમ્બરશિપ માટે મંજૂરી મેળવી છે. આ નવી સેવા શરૂ થતાની સાથે તમને પેટીએમ એપ પર ઇક્વિટી અને રોકડ સેગમેન્ટ્સ, ડેરિવેટિવ્ઝ, ETFs જેવા ઘણા વિકલ્પો જોશો. આનાથી તમે ઘરે બેઠા વધુ પૈસા કમાઈ શકશો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code