motor vhical act
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

એક દેશ એક વિધાનનો નારો આપનાર ભાજપની કેન્દ્ર સરકાર માટે તેનો જ એક કાનૂન મુસિબત બની ગયો છે. ટ્રાફીકના નિયમોનું પાલન કરવા માટે લાવવામાં આવેલ નવા મોટર વ્હીકલ એકટમાં દંડની રકમને વધારી દેવામાં આવી છે. 1લી સપ્ટેમ્બરથી લાગુ થયેલા કાનૂન હેઠળ હજારો લોકોએ અત્યારે દંડ ભરવો પડયો છે. પરંતુ અનેક રાજ્યોની સરકારો આનાથી સતર્ક બની ગઈ છે. અનેક રાજ્ય સરકારોએ કાયદામાં ફેરફારો કરી દંડની રકમને ઘટાડી દીધી છે. આ રાજ્યોની યાદીમાં ભાજપની રાજ્ય સરકારો જ આગળ છે. કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ નવા કાનૂન હેઠળ દંડની રકમ 1000થી વધારી 10,000 કરી છે. નવો કાનૂન લાગુ થતાં અધધ ચલણ ફાટયાના સમાચાર પણ આવ્યા છે. સામાન્ય લોકો વચ્ચે ફેલાયેલા રોષ દરમિયાન રાજ્ય સરકારોએ આ કાયદામાં જ એક રસ્તો શોધ્યો છે. અને તેનો અમલ ગુજરાતે કર્યો. ગુજરાતમાં દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો અને કેટલાક દંડની રકમમાં 90 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો.

ગુજરાતે એક રસ્તો બતાડયો તો અન્ય રાજ્યો પણ તેના પર ચાલવા લાગ્યા. આમાં એવા કેટલાક રાજ્યો છે જ્યાં આગામી દિવસોમાં ચૂંટણી થવાની છે. ખાસ વાત એ છે કે ૩ રાજ્યો ભાજપ શાસિત છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર જાગ્યુ અને કેન્દ્રને પત્ર લખી દંડની રકમ પર ચિંતા વ્યકત કરી. મહારાષ્ટ્રની સરકારને ચિંતા છે કે, વધેલી દંડની રકમ કયાંક મતો ઘટાડી ન દે. મહારાષ્ટ્રની રાહ પર ઝારખંડ અને હરીયાણા પણ ચાલ્યા. ઝારખંડ ટૂંક સમયમાં સત્ર બોલાવી કાયદામાં ફેરફારો કરશે તો હરીયાણાએ 45 દિવસનું જાગૃતતા અભિયાન ચલાવવાનું નક્કી કર્યુ છે. મહારાષ્ટ્ર, ઝારખંડ, હરીયાણામાં ચૂંટણી છે તેથી દંડ ઘટાડવાના નિર્ણયને રાજકીય ચશ્માથી જોવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં ઉત્તરાખંડ અને કર્ણાટક પણ જોડાઈ ગયા છે. ઉત્તરાખંડે 90 ટકા દંડ ઘટાડવા કહ્યુ છે તો કર્ણાટક પણ દંડ ઘટાડશે. આ રાજ્યો ઉપરાંત અનેક ભાજપ શાસિત રાજ્યો એવા છે જેણે હજુ નોટીફીકેશન જાહેર નથી કર્યુ. યુપીમાં હજુ અમલ નથી થયો. માત્ર ભાજપના રાજ્યો જ નહિ પરંતુ અનેક વિપક્ષી રાજ્યો છે જેમણે હજુ આ કાયદાને લાગુ નથી કર્યો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code