વડગામના મેતા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના

અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકાના મેતા ગામમાં આવેલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના આવી પહોચ્યા હતા. જેમાં PHC કેન્દ્રમાં અનેક પ્રાથમિક સવલતોની જરૂરીયાત અંગે ડૉ. શેખ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં સ્ટાફની ભરતી, પ્રસુતી કરવા માટે અધતન સાધનો સાથે રૂમની જરૂરીયાત, બિલ્ડીંગનુ મરામત કરવા તેમજ વર્ષો જૂના ડૉક્ટર અને
 
વડગામના મેતા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના

અટલ સમાચાર,વડગામ

વડગામ તાલુકાના મેતા ગામમાં આવેલા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની શુભેચ્છા મુલાકાતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના આવી પહોચ્યા હતા. જેમાં PHC કેન્દ્રમાં અનેક પ્રાથમિક સવલતોની જરૂરીયાત અંગે ડૉ. શેખ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં સ્ટાફની ભરતી, પ્રસુતી કરવા માટે અધતન સાધનો સાથે રૂમની જરૂરીયાત, બિલ્ડીંગનુ મરામત કરવા તેમજ વર્ષો જૂના ડૉક્ટર અને સ્ટાફ ક્વાટર્સ જર્જરીત બની ગયા છે તેને નવા બનાવવા સહિત ની જરૂરીયાત અંગે ની ચર્ચાઓ કરાઇ હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ આરોગ્ય વિભાગને જાણ કરવા અને ઝડપથી લોકોને વધુ આરોગ્ય લક્ષી સેવા મળી રહે તેવી ચિંતા વ્યક્ત સદસ્ય અશ્વિન સકસેનાએ કરી હતી. આ PHCની શુભેચ્છા મુલાકાત દરમ્યાન મેતા ગામના સરપંચ યોગેન્દ્ર સોલંકી અને ગ્રા.પં સદસ્યઓ કાનજીભાઈ પરમાર, રમેશભાઇ સોની અને ગામ આગેવાનો સાથે રહીને મુલાકાત લીધી હતી.