વડગામથી ગોળા જવાના માર્ગો ઉપર ખેતર માલિકોના દબાણથી લોકોમાં રોષ
વડગામથી ગોળા જવાના માર્ગો ઉપર ખેતર માલિકોના દબાણથી લોકોમાં રોષ

અટલ સમાચાર, વડગામ

વડગામ થી ગોળા માર્ગ ઉપર રોડની સાઇડોમા ખેતરોના માલિકો દ્રારા પાળા બનાવીને કરાયેલા દબાણો દુર કરીને રોડને પહોળો બનાવની માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે. આ સાથે ચોમાસામાં પણ રોડ વચ્ચે પાણી ભરાઇ રહેતુ હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો ને મુશ્કેલીઓ વેઠવી પડતો હોય છે.

વડગામ થી વાયા ગોળા થઇને અંબાજી જવાનો સિંગલ પટ્ટી માર્ગ આવેલો છે. આ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વડગામ થી ગોળા સુધીના માર્ગ ઉપર રોડની સાઇડોમાં આવેલા ખેતરોના માલીકો દ્રારા રોડને અડીને જ પાળા બનાવીને દબાણો કરી દેવાયા હોવાનું લોકો જણાવી રહયા છે. જેના કારણે આ રોડ ઉપર ચોમાસામાં ઘુંટણ સમા પાણી ભરાઇ રહે છે. વાહનો તેમજ રાહદારીઓને આ રોડ પરથી ચાલવુ મુશ્કેલ બની જવાની ફરીયાદ પણ ઉઠવા પામી છે. ભાદરવી મહિનામાં પણ આ રોડ પર અંબાજી જવા માટે પદયાત્રી ઓ નો ભારે ઘસારો રહે છે. એક બાજુ સિંગલ પટ્ટી રોડ આવેલો છે અને બીજી બાજુ ખેતરોના માલિકો દ્રારા રોડની સાઇડો માં પાળા બનાવીને દબાણો કરી દેતા આમ જનતા ને મુશ્કેલીઓ વેઠવી પડતી હોવાની ફરીયાદો ઉઠતા હોવાથી સ્થાનિક તંત્રના સત્તાધીશો દ્રારા પાણી પહેલા પાળ બાંધીને આ માર્ગ ઉપર રોડને અડીને કરાયેલા પાળાઓ દુર કરીને રોડને વડગામથી ગોળા સુધી પહોળો કરાય તેવી માંગ વિસ્તારના લોકોમાં ઉઠી છે.