લોકો@કલેક્ટર: ભયજનક સ્થિતિમાં આખું ગામ, ક્યારેય ગ્રામ પંચાયત ખુલી નથી, કર્યો મોટો ઘટસ્ફોટ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ધાનપુર તાલુકાના ગઢવેલ ગામલોકો અચાનક સડક સુરક્ષા પૂરી પાડી ભયજનક સ્થિતિમાંથી બહાર કાઢવા કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતા. શાળાએ બાળકોને સ્વતંત્ર રીતે શિક્ષણ મેળવતાં જોખમ હોઈ તાત્કાલિક અસરથી રસ્તા પર પુલ અથવા વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરી હતી. આ દરમ્યાન સૌથી મોટો આક્ષેપ અને ઘટસ્ફોટ કર્યો કે, ગઢવેલ ગ્રામ પંચાયતમાં ક્યારેય વહીવટી કામગીરી થતી નથી. પંચાયતમાં અન્ય કોઈ વ્યક્તિનો પરિવાર રહેતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. ગામલોકોએ ગ્રામ પંચાયત અને તલાટીની હાજરીથી માંડી પંચાયતના વહીવટ ઉપર જે ખુલાસા કર્યા તે ચોંકાવનારા છે પરંતુ દયનીય વધારે છે. જાણીએ ધાનપુર તાલુકાની ગ્રામ પંચાયતનો સૌથી મોટો ઘટસ્ફોટ.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના હદ વિસ્તારમાં અમો મોટાભાગે ગરીબ આદિવાસી સમાજના લોકો વસવાટ કરીએ છીએ. અમારું ગામ ગઢવેલ ગામમાં ગત દિવસે ધોધમાર વરસાદથી શિક્ષણ મેળવવા માટે બાળકોને જોખમ ઉભું થયું હતુ. પોતાના સંતાનોને ઉંચકીને રીતસર જોખમી કોતરમાંથી પસાર થતાં ગામલોકો આખરે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ દરમ્યાન ગામલોકોએ એકી અવાજે સડક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગ્રામ પંચાયતનો વહીવટ ગામનાં હિતમાં કરાવવા મોટી ફરિયાદ કરી હતી. ગામલોકોએ સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો કે, ગઢવેલ ગ્રામ પંચાયત મકાનની ખાતરી થાય, કેમ કે ગ્રામ પંચાયતના મકાનમાં તલાટી ક્યારેય જોયા નથી, પંચાયતના મકાનમાં કોઈ પરિવાર રહે છે. વાંચો નીચેના ફકરામાં
ગામલોકોએ જણાવ્યું હતું કે, ગઢવેલ ગ્રામ પંચાયતમાં વર્ષોથી તલાટીની હાજરીનો સવાલ છે, ભાગ્યે જ કોઈ તલાટી ગામમાં આવ્યા હશે અને ગ્રામ પંચાયત મકાનમાં ક્યારેય ગામના વિકાસનો વહીવટ જોવા મળ્યો નથી. આવા ગંભીર પ્રકારના આક્ષેપો, ખુલાસાને પગલે પંથકમાં પંચાયત મંત્રી છતાં કેવો વહીવટ ચાલે તે ઉઘાડું પડી ગયું છે. આટલુ જ નહિ, શું ટીડીઓ, વિસ્તરણ અધિકારી કે અન્ય કોઈ કર્મચારીએ ગામલોકોનું દુઃખ જાણવા પ્રયત્ન કર્યો છે તેનો ઘટસ્ફોટ બીજા રીપોર્ટમાં.