કાળ@વાવાઝોડુ: માત્ર દસ મિનિટમાં બે ખેડુતની જીંદગી ઓલવાઇ ગઇ

અટલ સમાચાર, ટીમ ઉત્તર ગુજરાત મંગળવારે ઉત્તર ગુજરાતના પલટાયેલા વાતાવરણને પગલે કરા સાથે વરસાદ અને વીજળીથી ખેડુત આલમમાં ચકચાર મચી ગઇ છે. ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા જયારે વીજળીના થાંભલા પણ પડી ગયા છે. આ દરમ્યાન સુઇગામ નજીક ખેતરમાં કામ કરતા ખેડુતનું જયારે ખેડબ્રહ્મા નજીક વીજળીનો થાંભલો પડવાથી પશુપાલકનું મોત નિપજયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ
 
કાળ@વાવાઝોડુ: માત્ર દસ મિનિટમાં બે ખેડુતની જીંદગી ઓલવાઇ ગઇ

અટલ સમાચાર, ટીમ ઉત્તર ગુજરાત

મંગળવારે ઉત્તર ગુજરાતના પલટાયેલા વાતાવરણને પગલે કરા સાથે વરસાદ અને વીજળીથી ખેડુત આલમમાં ચકચાર મચી ગઇ છે. ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા જયારે વીજળીના થાંભલા પણ પડી ગયા છે. આ દરમ્યાન સુઇગામ નજીક ખેતરમાં કામ કરતા ખેડુતનું જયારે ખેડબ્રહ્મા નજીક વીજળીનો થાંભલો પડવાથી પશુપાલકનું મોત નિપજયુ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ ,બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જીલ્લામાં મંગળવારે ભર ઉનાળે ચોમાસાનું વાતાવરણ બન્યુ છે. બપોરે ત્રણ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથેનો વરસાદ આવ્યો હતો. જેમાં અનેક સ્થળે કરા અને વીજળી પડી હતી. જેમાં સુઇગામના તાલુકાના ચાળા ગામે ખેતરમાં કામ કરતા કાનજીભાઈ રૂપસીભાઈ માળી ઉપર વીજળી પડતા તેઓનું કરૂણ મોત નિપજયુ હતુ. જયારે ખેડબ્રહ્માના નીચીધનાલ પાસેના ગાડું મગરી વસાહત પાસે વીજ થાંભલો પડતા માલધારી મોતીભાઇ રણછોડભાઇનું મોત થયુ હતુ. સુત્રોએ જણાવ્યુ હતુ કે, બકરા ચરાવવા ગયેલ માલધારીને વીજળી થાંભલો કાળ બનીને ભરખી ગયો હતો.

મંગળવારે કયા શું બન્યુ ?

1. વાવાઝોડું અને વરસાદ સતત ચાલુ હોવાથી લગ્નના શામીયાણા વેર-વિખેર બની ગયા હતા.
2. મહેસાણા-અમદાવાદ, પાલનપુર-પાટણ, હિંમતનગર-અમદાવાદ હાઇવે પર ટ્રાફિક જામ.
3. જાહેર સ્થળોએ લગાવેલ બેનરો તુટી ગયા.
4. વિવિધ કામના સભા મંડપો વેર-વિખેર
5. ગંજ બજારમાં રહેલો કૃષિ પાક પલળી ગયો.
6. ખુલ્લામાં બાંધેલા ઢોર અકળાયા, સુકો ચારો પલળી ગયો.
7. ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન.
8. વેપારીઓનો ખુલ્લામાં પડેલો માલ પલળવાથી નુકશાન
9. બેચરાજીના સાંપાવાડા ગામે વીજળી પડવાથી ભેંસનું મોત